ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરનું થયું મોત, દિલ્હી સરકાર પરિવારને આપશે 1કરોડની સહાય - ડૉ. અસીમ ગુપ્તાની માનવ સેવાને નમન

દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ડો. અસિમ ગુપ્તા કોરોનાના દર્દીની સારવાર કરતા તેમને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું અને તેમનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકાર તેમના સન્માનમાં તેમના પરિવારને એક કરોડની સહાય કરશે. દિલ્હી સરકારે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, જો કોઈ પણ સરકારી કર્મચારી ફરજ પર મૃત્યુ પામે તો દિલ્હી સરકાર તેના પરિવારને એક કરોડની રકમ આપશે.

કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરનું થયુ મોત, દિલ્હી સરકાર પરિવારને 1કરોડની કરશે સહાય
કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરનું થયુ મોત, દિલ્હી સરકાર પરિવારને 1કરોડની કરશે સહાય

By

Published : Jun 29, 2020, 3:16 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ડો. અસિમ ગુપ્તા કોરોનાના દર્દીની સારવાર કરતા તેમને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું અને તેમનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકાર તેમના સન્માનમાં તેમના પરિવારને એક કરોડની સહાય કરશે. દિલ્હી સરકારે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, જો કોઈ પણ સરકારી કર્મચારી ફરજ પર મૃત્યુ પામે તો દિલ્હી સરકાર તેના પરિવારને એક કરોડની રકમ આપશે.

જૂન મહિનામાં ડો.ગુપ્તાને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડો.અસીમ ગુપ્તા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ખૂબ વરિષ્ઠ ડોક્ટર હતા. તેની આઈસીયુમાં ફરજ હતી. તે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેમના સાથીઓએ જણાવ્યું કે, તેઓ ગંભીર દર્દીઓની સેવાકરતા હતા અને સેવા કરતા કરતા તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને 3 જૂને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોરોનાનો ચેપ લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં અને તેનુ આવસાન થયું.

કેજરીવાલે કહ્યું કે, તેમની પત્નીને પણ કોરોના છે, પરંતુ હવે તે ઠીક છે. ડૉ અસીમ ગુપ્તા આપણા બધા માટે પ્રેરણા છે અને અમે દિલ્હી સરકાર તેમની આ સેવાનેે સલામ કરીએ છીએ. દિલ્હી સરકાર તેમના સન્માનમાં તેમના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ આપશે.

કેજરીવાલે કહ્યું કે, આ એક નાનકડી રકમ છે. જે દેશ અને દિલ્હીના લોકો વતી તેમના પરિવારને આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે, કોરોનાના રોગચાળા દરમિયાન દિલ્હી સરકારે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે. કે જો કોઈ પણ સરકારી કર્મચારી ફરજ પર મૃત્યુ પામે તો દિલ્હી સરકાર તેના પરિવારને એક કરોડની રકમ આપશે.

ABOUT THE AUTHOR

...view details