મૈસૂર/કર્ણાટકઃ નાંજનગુડ તાલુકાના ગોલૂર ગામે એક અલગ અને અનોખા મેળાનું આયોજન થાય છે. એક પૂજારી અંતર્વસ્ત્ર પહેરીને થાંભલા પર ચડીને એ લોકોને અપશબ્દો બોલે છે કે, જેમણે ગામમાં અનૈતિક સંબંધો રાખ્યા હોય. પરંતુ, ગામના લોકો એ પૂજારીને એક શબ્દ પણ બોલતાં નથી.
વિશેષ અહેવાલ : જાણો મૈસૂરના એક અનોખા મેળા વિશે - કર્ણાટકના લેટેસ્ટ ન્યૂઝ
કર્ણાટકના ગોલૂર ગામે એક વિશેષ મેળાનું આયોજન થાય છે. ગામમાં જેણે પણ અનૈતિક સંબંધો રાખ્યા હોય તેને ગામનો પૂજારી થાંભલે ચઢીને એ લોકોને અપશબ્દો બોલે છે.
આ મેળાનો એક અલગ ઈતિહાસ છે. આ મેળો દેવોની પાલખી યાત્રાના એક દિવસ પછી યોજાય છે. પુરુષોં ખાસ પ્રકારનો પોષાક પહેરીને નૃત્ય કરે છે અને માટલામાં રહેલા રંગવાળા પાણીને લોકો ઉપર વરસાવે છે. મહેશ કે જે પૂજારી થલપ્પાના પરિવારમાંથી આવે છે, તે થાંભલા પર ચડે છે અને એક પછી એક પોતાના વસ્ત્રો નિકાળે છે. એ લોકોના નામ પણ બોલે છે કે જેમણે અનૈતિક સંબંધો રાખ્યા હોય છે.
એવો નિયમ છે કે, જે પણ લોકોના નામ બોલવામાં આવે તેમણે પોતાનો વ્યવહાર સુધારવો પડશે. ગામના લોકો એવું પણ માને છે કે, જે નિ-સંતાન લોકો આ અર્ધ-નગ્ન પૂજારીને જોશે એ લોકોને બાળકની પ્રાપ્તિ થશે. જે પણ અવિવાહીત છોકરી આ મેળામાં ભાગ લેશે તેના લગ્ન પણ જલ્દી થઈ જશે. આ મેળામાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ છે. લગભગ આજુબાજુના સાત ગામના લોકો આ મેળામાં ભાગ લે છે.