ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગી સરકારને હટાવવાની માંગ કરતા સરકારે કોન્સ્ટેબલને જ હટાવી દીધા

ઈટાવાઃ ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. યોગી આદિત્યનાથ સરકારને હટાવવાની માંગ કરનારા PAC (પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી)ના એક કોન્સ્ટેબલને હોદ્દા પરથી દૂર કરી દીધા છે.

By

Published : Jun 16, 2019, 5:32 PM IST

Updated : Jun 16, 2019, 6:50 PM IST

hd

કોન્સ્ટેબલ મુનીશ યાદવે શનિવારે પોતાની વર્ધી સાથે લાલ સમાજવાદી ટોપી પહેરી અને જિલ્લા કલેક્ટરમાં એક તખ્તી લઈને પહોંચ્યા હતા, જેની ઉપર લખ્યું હતુ કે, "યોગી સરકારને હટાવો"

મુનીશ યાદવે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ. કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ જિલ્લા અધિકારીના માધ્યમથી રાજ્યપાલ સુધી આ વિશે આવેદન આપવા આવ્યા હતા.

જિલ્લા અધિકારી જે.બી. સિંહે કહ્યું કે કોન્સ્ટેબલ તેમને મળ્યાં નથી. પરંતુ તેમણે મીડિયા બંધુઓ સાથે આ ઘટના વિશે સાંભળ્યું છે.

વર્તમાનમાં ઈટાવામાં રહેનારા મુનીશ યાદવ નોઈડામાં હાજર છે.

પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહ ઘટનાની નોંધ લીધી છે અને શિસ્ત ભંગના આરોપસર મુનીશ યાદવને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

મુનીશ યાદવના પરિવારજનોનો કહેવું છે કે મુનિશ માનસિક રીતે મુશ્કેલીમાં હોવાથી આ ઘટના બની છે.

Last Updated : Jun 16, 2019, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details