15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાદ રાજધાની દિલ્હીમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર કર્યો છે, તેમજ અભિયાન શરુ કર્યું છે. દેશભરમાં નવરાત્રીનો પવિત્ર તૈહવાર શરુ થયો છે. રાજધાની દિલ્હીમાં પણ નવરાત્રીની ધુમ જોવા મળી હતી. શહેરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ભંડારાનું આયોજન કરનાર વિનોદ કુમારને 50,000નો દંડ ફટકાર્યો હતો.
દિલ્હીમાં ભંડારામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર 50 હજારનો દંડ - latest news
દિલ્હી: નવરાત્રીના પ્રથમ દિવસે જ ભંડારાના આયોજન પર 50 હજારનો દંડ થયો હતો. ભંડારામાં પ્લાસ્ટિકના ગ્લાસ અને થર્મકોલના પ્લેટનો પ્રયોગ થઈ રહ્યો હતો. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 15 ઓગસ્ટના વડાપ્રધાન મોદીની અપીલ બાદ પ્લાસ્ટિકની જાગ્રૃકતા લાવવા માટે લોકો અભિયાન ચલાવી રહ્યા છે.
etv bharat
અધિકારીઓએ જણાવ્યું કે, ભંડારામાં પ્લાસ્ટિકની પ્લેટ અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને લઈ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ભંડારાનું આયોજન કરનાર સમિતિને 50,000નો દંડ ફટકાર્યો છે.