નવી દિલ્હી : અક્ષરધામ એપાર્ટમેન્ટના ગેટ નંબર 1 પર એપાર્ટમેન્ટના નિવાસી નિર્ભયા માટે કેન્ડલ માર્ચ કરીને તેને યાદ કરી રહ્યા છે અને આરોપીઓને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. આ અભિયાનમાં નિર્ભયાની માતા આશા દેવી અને તેમના પિતા સાથે સોસાયટીના મહાસચિવ ગોમતી મટ્ટૂના નેતૃત્વમાં આ અભિયાન રોજ રાત્રે કરવામાં આવે છે. જેમાં સોસાયટીના વૃદ્ધ,મ હિલાઓ અને બાળકો ઠંડીમાં પણ આ કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહે છે.
47 દિવસના સંધર્ષનો અંત ક્યારે ? - અક્ષરધામ એપાર્ટમેન્ટ
દ્વારકાના અક્ષરધામ એપાર્ટમેન્ટમાં છેલ્લા 16 ડિસેમ્બરથી ચાલી રેહલા કેન્ડલ માર્ચના આજે 47 દિવસ થઇ ગયા છે. નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવાની આગાઉની રાત્રી સુધી આ અભિયાન ચાલશે.
નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવા લોકોએ કરી કેન્ડલ માર્ચ
લોકોનું કહેવું છે કે આ અભિયાનના 47 દિવસ થઇ ગયા છે. તેમને આશા છે કે 1 ફ્રેબુઆરીના રોજ સવારે નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવામાં આવશે. જોકે આરોપીઓ પિટિસન દાખલ કરીને ફાંસીની તારીખને વધારવામાં સફળ થઇ જાય છે.
નિર્ભયાનો પરિવાર અક્ષરધામ સોસાયટીમાં રહે છે. જેમાં સોસાયટીના લોકો પણ પરિવારનો સાથ આપી રહ્યા છે.