મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, "અત્યારે દેશમાં ખૂબ હિંસા થઈ રહી છે અને દેશ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયે આપણો પ્રયાસ શાંતિ માટે હોવો જોઈએ". સર્વોચ્ચ અદાલતનું કામ કાયદાની માન્યતા નક્કી કરવાનું અને તેને બંધારણીય ઘોષણા કરવાનું નથી.
CAA પર સુનાવણી ત્યારે જ શક્ય, જ્યારે હિંસા પર રોક લગાવવામાં આવે: CJI બોબડે - Supreme Court of India
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ પર દાખલ કરેલી અરજીની તુરંત સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, દેશ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિંસા બંધ થશે ત્યારે જ આ અંગે સુનાવણી કરવામાં આવશે. CJIએ કહ્યું કે, પહેલા શાંતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.
ચિફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા
આપને જણાવી દઈએ કે, સર્વોચ્ચ અદાલત 18 ડિસેમ્બરના રોજ નાગરિકતા સુધારા કાયદાની બંધારણીય માન્યતાની ચકાસણી કરવા તૈયાર હતી, પરંતુ તેના અમલ કરવા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019માં 31 ડિસેમ્બર 2014 સુધીમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન અને બૌદ્ધ સમુદાયોના લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.