ઉલ્લેખનીય છે કે, બાળકીને હંમેશા પેટમાં દુ:ખાવાની તકલીફ રહેતી હતી. બાળકીની ફરીયાદ બાદ પરીવાર તેને દવાખાને લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે જણાવ્યું કે, બાળકીના પેટમાં વાળનો ગુચ્છો છે તેમજ બાળકીના વાળ ખાવાની આદતની ખબર પરીવારને પણ નહોંતી.
14 વર્ષની બાળકી ખાતી રહી વાળ, ડૉકટરે કાઢ્યો અઢી કિલોનો ગુચ્છો - વાળનો અઢી કિલોનો ગુચ્છો
મધ્ય પ્રદેશ: રાજ્યના છિન્દવાડા જિલ્લાની હોસ્પિટલમાં કોલેજના ડૉકટર્સની ટીમે 14 વર્ષની છોકરીના પેટમાંથી લગભગ અઢી કિલોના વાળનો ગુચ્છો કાઢ્યો છે.
સર્જન ડૉ.વિનીત મંડરાહે જણાવ્યું કે, લગભગ 1 સપ્તાહ પહેલા 14 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવાની ફરીયાદ લઈને પરીવાર દવાખાને આવ્યો હતો. બાળકીની તપાસ બાદ ખબર પડી કે. તેમના પેટમાં વાળનો ગુચ્છો છે. અઢી કલાકના ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી વાળને બહાર કાઢવામાં આવ્યા હતા. છ મહિનાથી બાળકી પેટના દુ:ખાવાથી પરેશાન હતી. ઓપરેશન બાદ હવે તે સ્વસ્થ છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, બાળકી લાંબા સમયથી વાળ ખાઈ રહી હતી જેની જાણ પરિવારને પણ નહોંતી. પાચન ક્રિયા દરમિયાન વાળ છૂટી જતાં હતા અને પેટમાં ગુચ્છો બનીને જમા થતાં હતા.