ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની રેલી માટે કલકત્તાથી 11 હજાર કમળના ફૂલ મંગાવ્યા - Uttar Pradesh

લખનઉ: જૌનપુર જિલ્લાની બંને લોકસભા બેઠકો માટે આજે PM મોદી એક જનસભા કરવાના છે. આ જનસભા માટે BJPના જિલ્લા એકમે વિશેષ તૈયારીઓ કરી છે. PM મોદી માટે ખાસ કરીને કોલકત્તાથી 11 હજાર કમળના ફૂલ મગાવવામાં આવ્યા છે. જૌનપુરના બંને BJP ઉમેદવારો કમળના ફૂલોના બુકે પણ મોદીને ભેટ આપશે.

ફાઈલ ફોટો

By

Published : May 9, 2019, 12:48 PM IST

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં જૌનપુરની બંને લોકસભા બેઠકો પર મતદાન થશે. હવે ચૂંટણી પ્રચાર માટે ફક્ત 48 કલાક જ બાકી છે. આજે ભાજપ તરફથી PM મોદીની જનસભા માટે કુડુપુર ગામના મેદાનમાં આયોજિત કરવામાંમ આવી રહી છે. ભાજપના અધિકારીઓ PM મોદીનું 101 કિલોની ફૂલોની માળાથી વિશેષ સ્વાગત કરશે.

જૌનપુરમાં ફૂલોના મોટા વ્યાપારી અને અપના દળના પ્રદેશ સચિવ પપ્પુ માલીને જણાવ્યુ કે, કોલકત્તાથી 11,000 કમળના ફૂલ મંગાવવામાં આવ્યા છે. આ કમળનું ફૂલ તમામ બૂથ અધિકારીને હાથમાં આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details