ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાતેહારના બેતલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ એક બાઈશનનું મોત - બાઈશન

લાતેહારના બેતલા નેશનલ પાર્કમાં વધુ એક બાઈશન (જંગલી બળદ)નું મોત થયું છે. ઉદ્યાનમાં મોતનો સીલસીલો ચાલુ છે. આ પહેલા વાઘણ અને બાઈશનનું મોત થયું હતું. જેના કારણે બેતલા નેશનલ પાર્કની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Betla national park
બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન

By

Published : May 18, 2020, 2:29 PM IST

ઝારખંડ: લાતેહારના બેતલા નેશનલ પાર્કમાં વધુ એક બાઈશન (જંગલી બળદ)નું મોત થયું છે. ઉદ્યાનમાં મોતનો સીલસીલો ચાલુ છે. આ પહેલા વાઘણ અને બાઈશનનું મોત થયું હતું. જેના કારણે બેતલા નેશનલ પાર્કની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

લાતેહાર જિલ્લાનો બેતલા નેશનલ પાર્ક વિસ્તારમાં એક પછી એક જંગલી પ્રાણીઓના મોત થઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં ઉદ્યાનમાં વાઘણ મૃત્યુના મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની હેડલાઈન્સ બની હતી. બે અઠવાડિયા પહેલા બે બાઈશનનાં મોતથી બેતલા નેશનલ પાર્કમાં વન્યપ્રાણી સંભાળ અને વ્યવસ્થા અંગે પણ સવાલો ઉભા થયા છે.

શનિવારે મોડી સાંજે નેશનલ પાર્ક વિસ્તારમાં બાઈશનના મોતને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. બેતલા નેશનલ પાર્ક રેન્જર પ્રેમ પ્રસાદે જણાવ્યું કે, આ બાઈશન બીમાર હતું. તેના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બેતલા નેશનલ પાર્કમાં વાઘણના મોતને કારણે વિવાદ સર્જાયો હતો. વાઘણના મોત પછી પાર્કમાં પ્રાણીઓની સલામતી અંગે ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. છતાં મોતનો સીલસીલો યથાવત છે.

ABOUT THE AUTHOR

...view details