કોલકાતા: પશ્ચિમ બંગાળના કોવિડ-19થી એક ડોક્ટરનું અવસાન થયું છે. તે હાડકાંના પ્રખ્યાત ડોક્ટર હતા. તેમના અવસાન પર પશ્ચિમ બંગાળ ઓર્થોપેડિક એસોસિએશન દ્વારા રાજકિય સન્માનની માગ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સોમવારે રાત્રે 69 વર્ષિય ડોક્ટર શિશિરકુમાર મંડલનું કોરોના વાઈરસથી નિધન થયું હતું. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તે હાડકાંનાં પ્રખ્યાત ડોક્ટર હતાં અને તેમને 14 એપ્રિલનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.