ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘોર કળિયુગઃ હરિયાણામાં પિતાના દુષ્કર્મનો ભોગ બનનાર 14 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો - પિતાના બાળકનો જન્મ

હરિયાણા : આજના સમયમાં એક પુત્રી પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. સમાજને કલંકિત કરતી આ ઘટના દિલને હચમચાવી નાખે તેવી છે.6 મહિના પહેલા એક કિશોરી પર તેમના પિતાએ રેપ કર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી. 6 મહિના બાદ 14 વર્ષની કિશોરીએ તેમના પિતાના બાળકનો જન્મ આપ્યો હતો.

etv bharat

By

Published : Nov 21, 2019, 12:41 PM IST

Updated : Nov 21, 2019, 2:51 PM IST

હરિયાણાના સિરસામાં પિતા-પુત્રીના સંબધને કંલકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. નાગરિક હોસ્પિટલમાં 14 વર્ષની કિશોરીએ તેમના પિતાના બાળકને જન્મ આપ્યો છે.કિશોરી પર તેમના પિતાએ 6 મહિના પહેલા દુષ્કર્મ કર્યું હતું.

પિતાના બાળકની માતા બની 14 વર્ષની કિશોરી

14 વર્ષની દુષ્કર્મ પીડિતાએ બાળકને આપ્યો જન્મ


કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. કિશોરીની હાલત ગંભીર છે. હાલમાં માતા અને તેના બાળક બંનેને સિરસા નાગરિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

6 મહિના પહેલા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ કર્યુ હતું.

6 મહિના પહેલા કિશોરી પર તેમના પિતાએ રેપ કર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે 6 મહિના બાદ 14 વર્ષની માસૂમ તેમના પિતાની બાળકીને જન્મ આપ્યો છે.

નવજાતની હાલત ગંભીર

જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધિકારી ડૉ.ગુરપ્રીત કૌર હોસ્પિટલ પહોચી કિશોરી સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, નવજાત બાળક અને માતા બંને કલ્યાણ સમિતિ અને સ્વાસ્થય વિભાગના દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહેશે. ડૉ.ગુરપ્રીત કૌરે જણાવ્યું કે, જો કોઈ પરિવાર આ બાળકીને દતક લેવા માંગે તો કાનૂની પ્રક્રિયા પછી બાળકીને દતક લઈ શકે છે.

નવજાતને લઈ શકાય દતક


સિરસા સ્વાસ્થય વિભાગના એસએમઓ રામ કિશન દહિયાએ જણાવ્યું કે, કિશોરીની ડિલીવરી થઈ છે. હવે નવજાત બાળકી હાલત નાજુક છે. જ્યારે માતા સ્વસ્થ જાણવા મળી રહ્યું છે. નવજાત બાળકીને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમને સ્વસ્થ થયા બાદ તેમને બાળ કલ્યાણ વિભાગને સોપવામાં આવશે.

Last Updated : Nov 21, 2019, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details