રાજસ્થાન: હલૈના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરે આત્મહત્યા કરી લીધી છે. જેથી પીડિતાના ભાઈએ ફરિયાદ દાખલ કરી છે. પીડિતાના ભાઈના જણાવ્યા અનુસાર, શનિવારે તેની બહેન સાથે ગામમાં રહેનારા એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ પરિવારે બદનામીના ડરથી આ અંગે કોઈને જાણ કરી નહોતી. જેથી સગીરાને ભયભીત બનીને આત્મહત્યા કરી લીધી છે.
ધોરણ-9મા ભણતી સગીરા પર દુષ્કર્મ, ભયના લીધે કરી આત્મહત્યા - રાજસ્થાનના તાજા સમાચાર
રાજસ્થાનમાં દુષ્કર્મ ભયભીત થઇને સગીરાએ આત્મહત્યા કરી છે. જેથી પીડિતાના ભાઈએ હલૈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પીડિતા 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એડિશનલ SP સુરેશ ખિંચીએ જણાવ્યું કે, પીડિતાના ભાઈએ હલૈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે, શનિવારે તેની બહેન ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગઈ હતી, તે સમયે લાલારામ નામના યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ બુમાબુમ કરતાં, ખેતરમાં કામ કરી રહેલા તેમના ભાઈ અને કાકા પહોંચી ગયા અને આરોપીને ઝડપી લીધો હતો, પરંતુ થોડા સમય બાદ આરોપીના ભાઈએ આરોપીને છોડાવી લીધો હતો.
એડિશનલ SP મુજબ, બદનામીના ભયથી પીડિતાના પરિવારે આ અંગે કોઈને જાણ કરી નહોતી, પરંતુ ભયભીત થયેલી પીડિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.