નવી દિલ્હીઃ દિલ્હીમાં તબલીઘી જમાત પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ જમાતમાં આવેલા વિદેશીને ભારત આવવા પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તબલીઘી જમાતની ગતિવિધિઓમાં સામેલ 2200 વિદેશીઓના ભારત આવવા પર સરકારે 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
તબલીઘી જમાતમાં આવેલા વિદેશીઓને ભારત આવવા પર 10 વર્ષનો પ્રતિબંધ
દિલ્હીમાં તબલીઘી જમાત પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ જમાતમાં આવેલા વિદેશીને ભારત આવવા પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
તબલીઘી જમાતના સભ્યો પર આરોપ છે કે, કોરોના સંક્રમણના શરૂઆતના સમયગાળામાં આ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને ગેરકાયદાકીય રીતે એકઠા થયા હતા. ગત મહીને કોર્ટમાં પોલીસે કહ્યું હતું કે, તબલીગી જમાતના લોકોએ પ્રવાસી વિઝા પર ભારતમાં એન્ટ્રી મેળવી અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
જમાતના કારણે દેશમાં કોરોના વાઇરસના કેસ વધ્યા હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે. આ અંગે પોલીસે કહ્યું કે, નોટિસ મળવા છતા મરકજના મેનેજમેન્ટ અને તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.