નવી દિલ્હીઃ રાજધાનીમાં કોરોના સંક્રમણનો આંકડો 49,000ને પાર પહોંચ્યો છે. ગુરુવારે સાંજે દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, ગત 24 કલાકમાં કોરોનાના નવા 956 કેસ સામે આવ્યા છે. જેથી દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,49,460 થઇ છે, જ્યારે કોરોના સંક્રમનો દર વધીને 5.99 ટકા થયો છે.
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં ગુરુવારે 913 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા ડિસ્ચાર્જ થયેલી સંખ્યાના કારણે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 1,34,318 થઇ છે.