ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: UPમાં કોરોનાના 139 નવા કેસ સામે આવ્યા, કુલ આંકડો 2,626 - ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પ્રદેશમાં રવિવારે 139 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી UP કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,626 થઇ છે.

ETV BHARAT
COVID-19: UPમાં કોરોનાના 139 નવા કેસ સામે આવ્યા, આંકડો પહોંચ્યો 2,626

By

Published : May 3, 2020, 7:53 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. રુકુમ કેશના અનુસાર સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 2,626 લોકો કોરોના વાઇરસ સંક્રમણની અડફેટમાં આવ્યા છે. આ સંક્રમણ રાજ્યના 64 જિલ્લામાં ફેલાઈ ગયું છે. કુલ સંક્રમિત દર્દીમાંથી 1,885 કેસ એક્ટિવ છે.

સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 43 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર ગત 24 કલાકમાં 139 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી 2,42,303 લોકો પાછા આવી ગયા છે. જેમાંથી 1,44,802 લોકોને ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 29,872 લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં છે. ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઈન હેઠળ 11,518 લોકો છે.

ABOUT THE AUTHOR

...view details