પટના: બિહારમાં શુક્રવારના રોજ અલગ અલગ જિલ્લામાં વીજળી પડવાથી કુલ 9 લોકોના મોત થયાં છે. આમ, વીજળી પડવાથી સૌથી વધુ મોત બિહારમાં થયાં છે.
બિહારમાં 4 જિલ્લામાં વીજળી પડતા 9 લોકોના મોત
બિહારના જુદા-જુદા જિલ્લામાં વીજળીને કારણે થયેલા મોત પર મુખ્યપ્રધાન નીતિશ કુમારે દુ:ખ વ્યકત કર્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે, આ દુર્ઘટના અસરગ્રસ્ત પરિવારોના મારી સંવેદના.
બિહારમાં ચાર જિલ્લામાં વીજળી પડતા 9 લોકોના મોત
આ અંગે મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહારના જુદા-જુદા જિલ્લામાં વીજળી પડવાના કારણે થયેલા મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે, અમે દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો સાથે છીએ. તેમજ મૃતકના સગાને ચાર-ચાર લાખની સહાય આપીએ છીએ.
મુખ્યપ્રધાને લોકોને અપીલ કરી છે કે, ખરાબ હવામાનમાં સંપૂર્ણ સતર્કતા રાખવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમય-સમય પર અપાયેલા સૂચનનું પણ પાલન કરવું અને ઘર પર રહી સુરક્ષિત રહેવું.