આ દુર્ધટના તિંદવારી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા સિમરી ગામમાં બની હતી. જેમાં બાંદા બસ સ્ટોપથી બસ બાંદાથી ફતેહપુર માટે જઈ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા ડીએમ, એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઉત્તર પ્રદેશ: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત - bus collided with a truck
ઉત્તર પ્રદેશ: રાજ્યના બાંદા જિલ્લામાં ટ્રક અને બસ સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બાંદા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ટ્રક અને બસ વચ્ચે ટક્કર
મહત્વનું છે કે, ગંભીર અકસ્માત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને સંવેદના વ્યક્ત કરી સાંતવાના આપી હતી.