- ઓડિશામાં ગમખ્વાર અકસ્માત
- 10 લોકોના મોત, 15 ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ભુવનેશ્વરઃઓડિશા રાજ્યના કોરાપુટ જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન પલ્ટી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના કોટપડ થાણે વિસ્તારના મુર્તાહાંડીમાં ઘટી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 30 લોકો છત્તીસગઢ રાજ્યમાંથી આવ્યા હતા અને તેઓ એક શોકસભામાં સામેલ થઇ પરત ફરી રહ્યા હતા.