ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં સોશિયલ મીડિયા પર અફવા અને નફરત ફેલાવનારા 89 લોકોની ધરપકડ

ઝારખંડ પોલીસે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કરવા બદલ રાજ્યભરમાં 89 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ધનબાદ, પાલમાઉ અને ગરવા ત્રણેય જિલ્લામાં સૌથી વધું 8-8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

89 arrested in Jharkhand for posting hate-content on social media, rumour-mongering
ઝારખંડમાં સોશિયલ મીડિયા નફરત ફેલાવતા 89 લોકોની ધરપકડ

By

Published : Apr 18, 2020, 9:42 AM IST

ઝારખંડ: સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કરવા અને અફવા ફેલાવવા બદલ પોલીસે ઝારખંડમાં કુલ 89 લોકોની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ સુત્રએ સત્તાવાર માહિતી આપી હતી.

પોલીસ હેડક્વાર્ટરના રેકોર્ડ અનુસાર ધનબાદ, પાલમાઉ અને ગરવામાં સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય જિલ્લામાં 8-8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય દંડ સંહિતાની (IPC) અલગ અલગ કલમ હેઠળ સજાની જોગવાઈ પ્રમાણે સ્પષ્ટ કરીને, ફેક ન્યૂઝ, ખોટી માહિતી અને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કરવા બદલ પોલીસે લોકોની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details