નવી દિલ્હીઃ રાજિન્દર નગરમાં રહેતા 88 વર્ષીય કે.એસ. જયસ્વાલ દિલ્હીમાં કોરોનાને હરાવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે. તેમને તેમની પુત્રીથી ચેપ લાગ્યો હતો, જે સર ગંગા રામ હોસ્પિટલમાં નોકરી કરે છે. પરિવારના અન્ય સભ્યોને સંક્રમણ થયું હતું અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
88 વર્ષીય નિવૃત એરફૉર્સ અધિકારીએ કોરોનાને આપી માત
રાજિન્દર નગરમાં રહેતા 88 વર્ષીય કે.એસ. જયસ્વાલ દિલ્હીમાં કોરોનાને હરાવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે. તેમને તેમની પુત્રીથી ચેપ લાગ્યો હતો, જે સર ગંગા રામ હોસ્પિટલમાં નોકરી કરે છે. પરિવારના અન્ય સભ્યોને સંક્રમણ થયું હતું અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
88 વર્ષીય વૃદ્ધ નિવૃત એરફૉર્સ અધિકારીએ કોરોનાને આપી માત
મળતી માહિતી મુજબ, કે.એસ. જયસ્વાલ સહિતના પરિવારના તમામ સભ્યો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. રાજેન્દ્ર નગરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ પણ આખા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.