ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BSFના 85થી વધુ જવાનોને કોરોનાનો ચેપ, કુલ 154 કર્મચારીઓ પોઝિટિવ - BSFના 85 થી વધુ જવાનોને કોરોનાનો ચેપ

85થી વધુ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં બીએસએફના 154 જવાનો આ માહામારીની ઝપેટમાં આવી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

corona
corona

By

Published : May 6, 2020, 7:38 PM IST

નવી દિલ્હી: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના 85 જવાનો કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ આંકડા સાથે, અત્યાર સુધી દળના 154 જવાનો આ રોગથી પ્રભાવિત થયા છે. સેનાના એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી.

રાજસ્થાનના જોધપુરથી બીએસએફના 31 જવાન કોરોનાથી સંક્રમિત થયા છે. એઈમ્સે પણ પુષ્ટિ કરી છે કે આ બધા સૈનિકો કોરોના પોઝિટિવ છે. આ તમામ સૈનિકો જોધપુરના બીએસએફના ટ્રેનિંગ સેન્ટરમાં હતા.

154 માંથી, 60 થી વધુ એવા સૈનિકો છે, જે રાષ્ટ્રીય રાજધાનીના જામિયા અને ચાંદની મહેલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની ફરજ પર તૈનાત હતા. 6 એવા જવાનો છે જે પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય મંત્રી કેન્દ્રિય પક્ષની એસ્કોર્ટ ટીમમાં હતા.

ઓછામાં ઓછા 37 સંક્રમિત કર્મચારીઓ ત્રિપુરા સરહદી ક્ષેત્રના છે.

કુલ 85 નવા કેસ નોંધાયા છે. દળના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ 85 જવાનો આવશ્યક અને અન્ય ફરજો પર હતા.

ABOUT THE AUTHOR

...view details