ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડ : સૌથી મોટી GST ચોરી, સરકારને લગાવ્યો 8 હજાર કરોડનો ચૂનો

દેહરાદૂન: ઉત્તરાખંડમાં ટૈક્સ ચોરીની મોટી ઘટના સામે આવી છે. નાણાં સચિવ અમિત નેગીના આદેશ પર GST દેહરાદૂનની 55 ટીમોએ 70 વ્યાપાર સ્થળ પર તપાસ કરતા અંદાજે 8 હજાર કરોડ રૂપિયાનો કૌભાંડનો ખુલાસો કર્યો છે. આ તપાસમાં સામે આવ્યું કે, કેટલાક વેપારીઓએ બનાવટી નોંધણી કરીને ઈ-બીલ દ્વારા કરોડો રૂપિયાનો કારોબાર કરી રહ્યા હતા. આ સમગ્ર ગોટાળામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સરકારને અત્યારસુધીમાં 8 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.

By

Published : Dec 16, 2019, 11:40 PM IST

દેહરાદુન
ETV BHARAT

કેન્દ્ર અને રાજ્યની સંયુકત GST ટીમ છેલ્લાં 2 મહિનાથી અભિયાન ચલાવી રહી હતી. આ અભિયાન બાદ ટેક્સ ચોરીના જે આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા છે. આ આંકડાને જોઈ ઉત્તરાખંડની GST અધિરકારીઓની ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ છે.

GST અધિકારીના અનુસાર ઉત્તરાખંડમાં ટેક્સ ચોરીની રમત રમાઈ રહી છે. ઉત્તરાખંડમાં ટેક્સ ચોરી કરનાર કેટલાક વેપારીઓ જે અંદાજે 70થી વધુ ફાર્મ અને કંપનીઓ બનાવી ઈ-બિલ જનરેટ કરી રહ્યા હતા. સરકારને અત્યાર સુધીમાં અંદાજે 8 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.

કંપની માલિકો અલગ-અલગ નામથી કંપની અને ફાર્મ ચલાવી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, 70માંથી 34 કંપનીઓ દિલ્હીથી મશીનરી ખરીદીને ઈ-બીલ બનાવી રહી હતી. જેના દંડ માટે 1200 કરોડ રૂપિયા છે. આ ઘટના GST ચોરીનો ઉત્તરાખંડની સૌથી મોટી ઘટના છે.

ABOUT THE AUTHOR

...view details