ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી અવાવરુ જગ્યાએ ફેંકી દીધી - 8 Years Old Girl Raped

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 26 નવેમ્બરે પાર્કમાં રમવા ગયેલી 8 વર્ષની બાળકીને લાલચ આપી પોતાની સાથે લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ તેને ઝાળી-ઝાંખરામાં ફેંકી દિધી હતી.

Stop Rape In India
8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

By

Published : Dec 1, 2019, 6:36 PM IST

હૈદરાબાદની ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે થયેલી દુર્ઘટનાને લઈને લોકોમાં રોષ હજી ઉતર્યો ન હતો, ત્યાં જ દેશની રાજધાનીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી.

સમગ્ર ઘટના દિલ્હીના બહારના વિસ્તાર નરેલાની છે. જ્યાં ગત 26 નવેમ્બરે ઘરેથી રમવા નિકળેલી 8 વર્ષની બાળકી સાથે લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળકીને ફેંકી દેવામાં આવી હતી.

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સમય પર બાળકી ઘરે પરત ન ફરતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાળકી ઝાળીઓમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાતા તેની સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું.

પીડિતાની માતાએ તાત્કાલિક આરોપીની ધરપકડની માંગ કરી હતી, પરંતુ ઘટનાના ચાર દિવસ બાદ પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details