ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીને રસ્તા પર ફેંકી... - છત્તીસગઢમાં દુષ્કર્મ

છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. નરાધમે 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નિર્દોષ બાળકીને ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફેંકી દીધી હતી.

8-year-old-girl-raped-in-bemetra at chhattisgarh
છત્તીસગઢમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, યુવતીને રસ્તા પર ફેંકી...

By

Published : Jun 3, 2020, 10:15 PM IST

બેમેતરા: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. નરાધમે 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નિર્દોષ બાળકીને બદમાશોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફેંકી દીધી હતી.

એક ટ્રક ડ્રાઇવરે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જિલ્લા એસપીએ આ મામલાની પુષ્ટિ કરી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બાબતની જાણ થતાં જ એડિશનલ એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. જેના આધારે પોલીસ કહી રહી છે કે, આરોપી ટ્રક ચાલકની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. ગૃહપ્રધાને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ગૃહપ્રધાને બેમેતરા પોલીસ અધિક્ષક સાથે ફોન પર ચર્ચા કરી હતી અને આરોપીઓને વહેલી તકે પકડવાની સૂચના આપી હતી. ગૃહપ્રધાનની સૂચનાથી બેમેતરાના વહીવટી અધિકારીઓમાં હલચલ મચી ગઈ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details