નવી દિલ્હી : તબલીઘી જમાત સાથે જોડાયેલા આઠ સભ્યો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પરથી ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ આ તમામ લોકો મલેશિયા જવાની કોશિશ કરી રહ્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યું કે, તેને ટ્રેસ પરથી ઝડપી લીધા હતા. હાલમાં આ સભ્યોની પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. નિયમો અનુસાર તમામને ક્વોરોન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના નિઝામુદીન સ્થિત તબલીઘી જમાતનો કાર્યક્રમ ગત મહીને યોજાયો હતો. જેમાં હજારો લોકો એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ભારત સિવાય 16 અન્ય દેશના લોકો પણ સામેલ હતા. જેમાંથી મોટી માત્રામાં લોકો કોરોનાથી સંક્રમિત સામે આવ્યા હતા.