ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર પોલીસ ફાયરિંગઃ  આ ઘટના માટે જવાબદાર વિકાસ દુબે કોણ છે? જાણો - કાનપુર પોલીસ ફાયરિંગ

કાનપુરમાં મોડી રાત્રે કુખ્યાત હિસ્ટ્રી શીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા છે. ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા છે. વિકાસ ઉત્તરપ્રદેશનો કુખ્યાત હિસ્ટ્રી શીટર છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

vikas dubey
vikas dubey

By

Published : Jul 3, 2020, 10:23 AM IST

લખનઉ : કુખ્યાત હિસ્ટ્રી શીટર વિકાસ દુબે વર્ષ 2001માં રાજ્યપ્રધાન સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. વર્ષ 2000માં કાનપુરના તારાચંદ ઈન્ટર કૉલેજના સહાયક વ્યવસ્થાપક સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસનું નામ સામે આવ્યું છે. વિકાસ દુબે પર વર્ષ 2000માં રામબાબૂ યાદવની હત્યા મામલે જેલમાં રહી ષડયંત્ર રચવાનો આરોપ છે. વર્ષ 2004માં વ્યાવસાયી દિનેશ દુબેની હત્યા મામેલ પણ વિકાસ દુબે આરોપી છે.

જેલમાં રહી તેમના ભાઈને મારવાના ષડયંત્રનો આરોપ પણ તેના પર છે. વર્ષ 2018માં વિકાસ દુબે તેમના પિતરાઇ ભાઇ અનુરાગ પર હુમલો કર્યો હતો. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની યૂપીની ચારેય રાજનીતિક પાર્ટીઓ સાથે સારા સબંધ છે.

વર્ષ 2002માં માયાવતી જ્યારે મુખ્યપ્રધાન હતી ત્યારે તેમનું રાજ બિલ્હૌર, શિવરાજપુર, રિનયાં, ચૌબેપુરની સાથે કાનપુર નગરમાં ચાલતું હતુ. આ દરમિયાન વિકાસ દુબેએ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી મિલકત વસાવી. આપને જણાવી દઈએ કે, હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ શિવરાજપુરથી નગર પંચાયતની ચૂંટણી જીતી હતી. બસપા સરકારના એક કદ્દાવર નેતા સાથે વિકાસના સબંધો સારા હતા. આ દરમિયાન વિકાસે તેમની પોતાની એક ગેંગ બનાવી હતી. જેના પર 60થી વધુ કેસ નોંધાયા છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાનપુરમાં એક હિસ્ટ્રી શીટરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બદમાશોએ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 પોલીસકર્મીઓ શહિદ થવા પર સંવેદના વ્યકત કરી છે.

ABOUT THE AUTHOR

...view details