ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: સોપોરમાં લશ્કરના 8 આતંકવાદીઓની ધરપકડ - આતંકીઓની ધરપકડ

શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે સોપોરમાં આતંકવાદી સંગઠનના આઠ આતંકીઓની ધરપકડ કરી છે. આ આંતકીઓ આ વિસ્તારમાં પોસ્ટરો ચિપકાવી લોકોને ભડકાવવાનું કામ કરતા હતા.

militants arrested in Sopore

By

Published : Sep 10, 2019, 4:50 PM IST

આ ઘટના બાદ પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓ દુકાનદારો તથા સામાન્ય લોકોમાં દહેશત ફેલાવવા માટેનું કામ કરી રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારોમાં ભયના માહોલ ઊભા કરતા આઠ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ આ પ્રથમ મોટી કાર્યવાહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આઠ અનુક્રમે એજાજ મીર, ઉમર મીર, તૌસીફ નાજર, ઈમ્તિયાઝ નાજર, ઉમર અકબર, ફૈઝ લતીફ, દાનિશ હબીબ અને શૌકાતત અહમદ મીર ગુનામાં સામેલ છે. હાલ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. પકડાયેલા આ આઠેય આતંકીઓના કનેક્શન લશ્કરે તૈયબા સાથે હોવાનું જાણવા મળ્યું છે.

સાથે સાથે એ પણ વાત બહાર આવી છે કે, પકડાયેલા આ આતંકીઓમાં ત્રણ અતિમહત્વના ચહેરા છે.

ABOUT THE AUTHOR

...view details