બગદાદ: ઇરાકના દિઆલા અને સલાહુદિન પ્રાંતમાં બે અલગ અલગ કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના (IS) આઠ આતંકવાદીઓ માર્યા ગયા છે. દિઆલા પ્રાંત પોલીસના અલી અલ સુદાનીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ખાનગી માહિતીના આધારે સુરક્ષા દળોએ મંગળવારે વાડી થલબ વિસ્તારમાં સુરક્ષા કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરાકમાં ISના 8 આતંકીઓ ઠાર મરાયા - ઇસ્લામી સ્ટેટ
ઈરાકના દિઆલા અને સલાહુદિન પ્રાંતમાં બે અલગ અલગ કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના (IS) આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઇરાક
અલ સુદાનીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં IS ના ચાર આતંકવાદીઓ ઠાર કર્યા હતા અને તેમની છ છાવણીને તોડી નાખી હતી. સલાહુદિન પ્રાંત પોલીસના મોહમ્મદ અલ બાજીએ સિન્હુઆને જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ પ્રાંતના પશ્ચિમ ભાગના અલ-જાઝિરામાં આત્મઘાતી બેલ્ટ પહેરેલા ચાર આંતકીઓને ઠાર કર્યા હતા.