રામાનાથપુરમ (તેલંગણા) : દેશની વિવિધ ધાર્મિક સભાઓમાં ભાગ લીધા બાદ આઠ ઈન્ડોનેશિયનની વિઝા ભંગના આરોપસર ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અટકાયત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરનાર ઇન્ડોનેશિયાના નાગરિકોની ધરપકડ કરાઈ છે. હાલ, તેમની મેડિકલ તપાસ થઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, વિદેશીઓ 22 માર્ચે આવ્યા હતા અને દિલ્હીમાં વિવિધ ધાર્મિક સભાઓમાં હાજરી આપી હતી. કલમ 144નો ભંગ કરવા બદલ તેમની ધરપકડ પણ કરાઈ હતી. રાજ્યમાં કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે તમિલનાડુમાં લોકડાઉનનું પાલન કરાવવા માટે તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે, ત્યારે વિદેશ આવેલા નાગરીકોના કારણે દેશમાં નિયમ ભંગ થઈ રહ્યાં છે.