નવી દિલ્હી: દેશના આઠ દરિયાઇ સમુદ્રતટે સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણ તરીકે ઓળખાતા પ્રતિષ્ઠિત "બ્લૂ ફ્લેગ" મળ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે આ તમામ દરિયાકિનારાને બ્લૂ ફ્લેગ મળશે. આ સાથે ભારત વિશ્વના 50 દેશોમાં જોડાયો છે, જે બ્લૂ ફલેગ સાથે સ્વચ્છ બીચ ધરાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 'ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસ' હેઠળ ત્રીજા એવોર્ડ માટે પણ ભારતની પસંદગી કરવામાં આવી છે.
બે વર્ષમાં 8 બ્લૂ ફ્લેગ મેળવનાર એશિયાનો પ્રથમ દેશ ભારત - Foundation for Environmental Education
દેશના આઠ દરિયાઇ સમુદ્રતટે સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણ તરીકે ઓળખાતા પ્રતિષ્ઠિત "બ્લૂ ફ્લેગ" મળ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે આ તમામ દરિયાકિનારાને બ્લૂ ફ્લેગ મળશે. આ સાથે, ભારત વિશ્વના 50 દેશોમાં જોડાયો છે, જે બ્લૂ ફલેગ સાથે સ્વચ્છ બીચ ધરાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 'ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસ' હેઠળ ત્રીજા એવોર્ડ માટે પણ ભારતની પસંદગી કરવામાં આવી છે.
બ્લૂ ફ્લેગ
જેને લઇને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.તેમણે કહ્યું કે, ભારતના 8 બીચને પ્રતિષ્ઠિત બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. આ સ્થળો વિકાસને આગળ વધારવા માટે ભારતનું મહત્વ દર્શાવે છે.
બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મેળવનાર બીચ
- શિવરાજપુર (દ્વારકા - ગુજરાત )
- ઘોઘલા (દિવ)
- કાસકરોડ (કર્ણાટક)
- પદુબિદ્રી (કર્ણાટક)
- કપડ (કેરળ)
- રૂશિકોડા ( આંધ્રપ્રદેશ)
- ગોલ્ડન (પુરૂ- ઓડિશા)
- રાધાનગર ( અંદમાન નિકોબાર દ્વીપ)