આસામઃ રાજ્ય સરકાર દ્વારા ગોલાઘાટમાં સંપૂર્ણ પણે ચુસ્ત લોકડાઉન અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ અમલવારી ગુરુવારની સાંજે 7 વાગ્યાથી લઈ આવનારા 8 દિવસ સુધી રહેશે. આ નિર્ણય કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આસામના ગોલાઘાટમાં 8 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન - આસામમાં કોરોના કેસ
આસામમાં કોરોના સંક્રમણની ગતિ ચિંતાજનક રીતે વધી છે. જેને ધ્યાનમાં રાખીને આસામ સરકારે ગોલાઘાટમાં ગુરુવારથી 8 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ગોલાઘાટના જિલ્લા મેજીસ્ટ્રેટનાં તેમણે લખ્યુ છે કે, જો આ પ્રકારના પગલા ભરવામાં નહીં આવે તો કોરોના કેસની સંખ્યા વધી શકે છે. આ દિવસો દરમિયાન વાહન વ્યવહાર, સરકારી અને ખાનગી ઓફિસો, બજારો, શોપિંગ કોમ્પલેક્ષ અને દુકાનો ફરજિયાત પણે બંધ રાખવાનો આદેશ અપાયો છે.
બુધવાર સુધીમાં આસામમાં 14,032 કેસ થયા છે. જે પૈકી 617 કેસ માત્ર ગોલાઘાટ જિલ્લાના છે. આસામ સરકારે પહેલાથી બે અઠવાડિયાનું લોકડાઉ કમરૂપ અને ગુવાહાટીમાં લાગુ કરેલુ છે. જે 28 જુનથી અમલી છે. ડીમા હસાઓ અને પશ્ચિમ કરબી અંગલોંગમાં પણ સંપૂર્ણ લોકડાઉન મુકાયુ છે. આસામમાં લોકડાઉનના કારણે અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે.