ઈન્દોર (મધ્ય પ્રદેશ): મહૂ પોલીસે પહેલા પણ આવી જ કાર્યવાહી હાથ ધરી હતી, જેના આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ઘણા રહસ્યો જણાવ્યા હતા, ત્યારબાદ પોલીસ આરોપીની શોધખોળ કરવા લાગી હતી. જેમાં નવા આરોપીઓ પકડાયા હતા અને તેમની પાસેથી એક કરોડની રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.
ઈન્દોર પોલીસે IPL મેચ પર જુગાર રમતા આરોપીઓની કરી ધરપકડ, 1 કરોડની રોકડ જપ્ત - સટ્ટાબાજીનું કૌભાંડ બહાર આવ્યું
ઈન્દોર પોલીસે સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. 8 આરોપીઓ પાસેથી એક કરોડથી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આ આરોપીઓ IPLની મેચો પર જુગાર રમતા હતા અને તેમનું દુબઇ કનેક્શન પણ બહાર આવ્યું છે.

ઈન્દોર પોલીસે IPL મેચો પર જુગાર રમતા આરોપીઓની કરી ધરપકડ, એક કરોડની રકમ જપ્ત, દુબઈ કનેક્શન આવ્યું સામે
તમામ આરોપીઓ ઓનલાઇન સટ્ટો રમતા હતા, જેનું દુબઇ કનેક્શન પણ બહાર આવી રહ્યું છે. ઈન્દોર ડીઆઈએ જણાવ્યું કે આ કેસમાં હજી સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ પોલીસને અનેક માહિતી પણ આપી છે.
પોલીસનું કહેવું છે કે આ સમગ્ર મામલામાં 13 બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે.