મુંબઈઃ આજે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને કારણે 226 લોકોનાં મોત નીપજ્યાં છે. આજે, 7862 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં મૃત્યુ દર 4.15 ટકા છે. 5366 દર્દીઓની રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 132625 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 55.62% સુધી પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં આજે કોવિડ-19થી 226 લોકોનાં મોત થયા, 7862 નવા કેસ નોંધાયા
આજે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને કારણે 226 લોકોનાં મોત નીપજ્યાં છે. આજે, 7862 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં મૃત્યુ દર 4.15 ટકા છે. 5366 દર્દીઓને રજા આપવામાં આવી છે.
શુક્રવારે મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ -19ના 12 નવા કેસ સાથે કોરોના વાઈરસના ઇન્ફેક્શનની કુલ સંખ્યા વધીને 2,359 થઈ ગઈ છે. આ માહિતી બીએમસીના અધિકારીએ આપી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કોવિડ -19ના મોતની જાણ કરવાનું બંધ કરવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં ધારાવીમાં 166 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને 1,952 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, બીએમસીના જી-ઉત્તર વહીવટી વોર્ડના દાદર અને માહીમ વિસ્તારમાંથી ધારાવીના વધુ કેસો આવી રહ્યાં છે. ધારાવી પણ આ વોર્ડનો એક ભાગ છે. અધિકારીએ જણાવ્યું કે, દાદર અને માહીમમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 35 અને 23 નવા કેસ નોંધાયા છે. ધારાવી, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે, જ્યાં નાના મકાનોમાં આશરે 6.5 લાખ લોકો રહે છે.