ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં 773 સંક્રમિત, 32નાં મોતઃ આરોગ્ય મંત્રાલય

ભારતમાં કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યુ છેેેેેેેેે. બુધવારથી ગુરુવાર સુધીના 24 કલાકમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 773 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી છે.

By

Published : Apr 8, 2020, 8:16 PM IST

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ કુલ 5,194 લોકો સંક્રમિક છે અને 149 લોકોના મોત થયા છે. જો કે, પીટીઆઈએ મંગળવારે રાત્રે 9.45 કલાકે વિવિધ રાજ્યોના આંકડા આપ્યા હતાં. જેમાં ઓછામાં ઓછા 162 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ આપ્યા છે.

અગ્રવાલે આ મામલે કહ્યુ હતું કે, દેશમાં કોવિડ -19ના કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યોની સાથે કેન્દ્રની સજ્જતા વધી રહી છે. કોરોનાના નિવારણ અને નિયંત્રણ માટેના આદેશોનું પાલન કરાઈ રહ્યુ છે.રાજ્યોને હોસ્પિટલ બનાવવા અને સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ અપાયો છે. તેમણે ઉમેર્યું હતુ કે, દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિનનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે.

ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અધિકારીઓએ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ-19 માટે 1,21,271 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ -19થી મોતની સંખ્યા બહુ ઓછી છે. મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા નોંધપાત્ર રીતે વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details