ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિરોશિમાની 75મી તિથિ- કાળાં વાદળો એકઠાં થઈ રહ્યાં છે - 75th Anniversary

હિરોશિમામાં પ્રથમ અણુ શસ્ત્ર ફેંકવાની ૭૫મી તિથિ ગુરુવારે ૬ ઑગસ્ટે આ વર્ષે મનાવાશે અને આ નોંધનીય સંતુષ્ટિની બાબત છે કે ઑગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા-નાગાસાકી પછી પરમામુ શસ્ત્રનો વધુ કોઈ ઉપયોગ થયો નથી.

75 years of hiroshima dark clouds gather
હિરોશિમાની 75મી તિથિ- કાળાં વાદળો એકઠાં થઈ રહ્યાં છે

By

Published : Aug 6, 2020, 8:31 PM IST

ન્યૂઝ ડેસ્કઃ હિરોશિમામાં પ્રથમ અણુ શસ્ત્ર ફેંકવાની ૭૫મી તિથિ ગુરુવારે ૬ ઑગસ્ટે આ વર્ષે મનાવાશે અને આ નોંધનીય સંતુષ્ટિની બાબત છે કે ઑગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા-નાગાસાકી પછી પરમામુ શસ્ત્રનો વધુ કોઈ ઉપયોગ થયો નથી. આ પરમાણુ નરસંહારમાં ૧,૨૦,૦૦૦ કરતાં વધુ નિર્દોષ જાપાનીઝ નાગરિકો માર્યા ગયા હતા અને ઘણાને લાંબો સમય ભય લાગેલો રહ્યો. ઉજ્જડ રેડિયોઍક્ટિવ સ્મશાન જે મશરૂમ વાદળમાંથી બહાર આવ્યું તે કરુણ સત્ય બની ગયું કે જીવતા લોકોએ મૃતની ઈર્ષ્યા કરી.

૧૯૪૫થી અત્યાર સુધીમાં ૭૫ વર્ષ અસહજ રીતે પસાર થયાં છે અને (૧૯૬૨ની ક્યુબન મિસાઇલ કટોકટી દરમિયાન) ચૂક પછી મહા સત્તાઓ વચ્ચે વ્યૂહાત્મક વિવેકનું સંયોજન હતું જે અમેરિકા અને પૂર્વ સોવિયેત સંઘે પ્રસ્તુત કર્યું જેમાં નસીબ અને કેટલોક પ્રશંસનીય સંયમ હતો. તેની ત્યારે બહુ જરૂર હતી. તેનાથી વિશ્વ આ સીમાચિહ્નએ પહોંચી શક્યું. નાગાસાકિ કે જેના પર ૯ ઑગસ્ટ ૧૯૪૫ના રોજ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો તે પછી આવાં ઘાતક હથિયારોનો બીજો ઉપયોગ ન કરાયો.

જોકે વૈશ્વિક સ્તરે પરમાણુ પરિસ્થિતિનું જે પરિદૃશ્ય પ્રવર્તી રહ્યું છે તે જોતાં, આ વિક્રમ યથાવત્ રહેશે તેની સાથે વિશ્વ હિરોશિમાની ૮૦મી તિથિ મનાવશે તેવી આશા રાખવી અઘરી છે. અનેક ગૂંચવાયેલા તંતુઓ પૈકીનું એક તાજેતરનો ઘટનાક્રમ છે- સોમવારે (૩ ઑગસ્ટે) સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદને સોંપવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોના એક ગોપનીય અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયા (જે પરમાણુ પથભ્રષ્ટ લાગે છે)એ તેની બેલિસ્ટિક મિસાઇલના શસ્ત્રોમાં બંધ બેસે તેવી મિનિએચર પરમાણુ રચનાઓ સંભવતઃ વિકસાવી છે.

કોઈ શંકા નથી કે આ અહેવાલની સત્યતા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ (જેમાં હવે ભારત અસ્થાયી સભ્ય છે) દ્વારા તપાસાશે. ખૂબ જ અશાંત ક્ષેત્રમાં તેની પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્યોંગ્યાંગ દ્વારા લેવાયેલાં પગલાંઓ તો માત્ર હિમશિલાની ટોચ જ છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને રાજકીય રીતે અગ્રણી રાષ્ટ્રો (સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના પાંચ સભ્યો) અને સૌથી સમૃદ્ધ (જી ૨૦) તેમની પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હજુ પણ પરમાણુ શસ્ત્રો પર અવલંબે છ અને સૈદ્ધાંતિક એકબીજાને આધાર આપવો તે MAD-mutually assured destruction પરસ્પર ખાતરી આપેલો વિનાશ છે.

સંજ્ઞાનના સ્તરે, રાષ્ટ્રીય સુરક્ષા એ એમ મનાય છે કે તે WMD (weapons of mass destruction- સામૂહિક સંહારનાં શસ્ત્રો)માં જટિલ અસુરક્ષાઓ શાંત કરરીને સુનિશ્ચિત કરાય છે જેમાં પ્રથમ સંગ્રહમાં કેટલાંક પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરાય છે અને પછી તેની સંખ્યા વધારતા જાય છે. મહાસત્તામાં ઓછી સખ્યા એટલી જ સુરક્ષા પૂરી પાડી શકતી હોય તો પણ વધુ સંખ્યા સારી મનાય છે અને પરમાણુ ક્ષેત્રમાં મહાસત્તાઓ વચ્ચે પણ તુષ્ટિ માટેની ઝંખના ભ્રામક જણાય છે. તે હદ સુધી, ઉત્તર કોરિયા અને તેના વધુ સારી જાતના પરમાણુ વાટાઘાટકારો (અમેરિકા, રશિયા અને ચીન) વચ્ચે અસુરક્ષાનો સંદેશા વ્યવહાર અસંબંદ્ધ પરંતુ નકારી ન શકાય તેવો જણાય છે.

શીત યુદ્ધના શિખરે, બંને મહા સત્તાઓ પાસે તેમની વચ્ચે ૫૫,૦૦૦ પરમાણુ શસ્ત્રો હતાં- બંને વ્યૂહાત્મક અને ટેક્ટિકલ. તેમાં 'સૂટકેસ' પ્રકારાંતરનો પણ સમાવેશ થાય છે. ડિસેમ્બર ૧૯૯૧માં સોવિયેત સંઘના વિસર્જન પછી, શીત યુદ્ધ પછીનું જે વિશ્વ ઉભર્યું તેમાં પરમાણુ શસ્ત્રોમાં મોટો ઘટાડો અમલમાં મૂકાયો. પરમાણુ હથિયાર સત્તા માત્ર પ્રથમ પાંચ- અમેરિકા, રશિયા (સોવિયેત સંઘ તરફથી વારસામાં મળેલ), યુકે, ફ્રાન્સ અને ચીન પૂરતો મર્યાદિત રખઆયો. ભારતે ૧૯૭૪માં પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું પરંતુ તેની શસ્ત્રીકરણ કરવાની ક્ષમતા નહોતી અને તેનો નિલંબિત દરજ્જો હતો.

૧૯૭૦માં અધિકૃત કરાયેલી એનપીટી (પરમાણુ અપ્રસાર સંધિ) દ્વારા પરમાણુ સ્થિરતા કૃત્રિમ રીતે જાળવી રખાઈ. આ સંધિ અમેરિકા અને યુએસએસઆર વચ્ચે રચાયેલી સમજૂતી હતી જે વૈશ્વિક પરમાણુ મંડળની સીમિત રહે અને ખાસ રહે તે જોવા માગતા હતા. જ્યારે આ પ્રસ્તાવ મૂકાયો ત્યારે એનપીટીનો પ્રાથમિક હેતુ પરાજિત એક્સિક સત્તાઓ (જર્મની, જાપાન અને ઈટાલી)ને આ ક્ષમતા પ્રાપ્ત કરતા રોકવાનો હતો. આદેશ એ હતો કે મુખ્ય પાંચ સત્તાને તેમની સુરક્ષા માટે પરમાણુ શસ્ત્રો જોઈતાં હતાં અને તેઓ જે લોકોને તે જોઈતાં હશે તેમને છત્ર પૂરું પાડશે પરંતુ જો તમામ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાના તેમના હકને છોડી દે તો વિશ્વ સુરક્ષિત સ્થળ હશે- જોકે તે તેમની પોતાની અસુરક્ષા માટે જોખમી બને.

સ્પષ્ટ છે કે આ અસમર્થનીય કાર્યમાળખું હતું અને શીત યુદ્ધ પછીના સમયમાં ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા તેમની WMD પ્રૉફાઇલ સ્થાપિત કરવા માટે પરમાણુ પરીક્ષણો યોજીને પરમાણુ શસ્ત્ર સત્તા બની ગયા. ઈઝરાયેલે અસ્પષ્ટ દરજ્જો મેળવ્યો અને ઈરાક, ઈરાન અને લિબયા જેવાં રાષ્ટ્રોને પરમાણુ શસ્ત્રના માર્ગે જતા અલગ રીતે રોકવામાં આવ્યાં. ટૂંકમાં, વૈશ્વિક પરમાણુ મંડળી રાષ્ટ્રીય સાર્વભૌમત્વની રક્ષા કરવાના અધિકારના એકપક્ષીય દૃઢકથન દ્વારા વિસ્તારવામાં આવી અને પરમાણુ શસ્ત્રોનો કબજો હોવો તે અખંડ સુરક્ષાના સ્તરનું સમાનાર્થી બની ગઈ.

એક વ્યથિત કરનારી ઢબમાં, પરમાણુ શસ્ત્રો જે બીજાના પરમાણુ શસ્ત્રોનો પ્રતિકાર કરવા માટે છે, તેનો મુખ્ય ઉદ્દેશ છેલ્લા બે દાયકામાં મંદ પડી ગયો- ખાસ કરીને વૈશ્વિક ત્રાસવાદે સર્જેલા પડકાર પછી- જે ૨૦૦૧ના ૧૧ સપ્ટેમ્બરના હુમલા અને ૨૦૦૮ના મુંબઈ ત્રાસવાદી હુમલામાં દેખાય છે. પરમાણુ શસ્ત્રોવાળો ત્રાસવાદ (NWET) જટિલ પડકાર બની ગયો અને કેટલાક દેશના સમર્થિત ત્રાસવાદીઓની જટિલતાએ ક્ષેત્રને ગંદું કરી નાખ્યું. વધુમાં, ટૅક્નૉલૉજિકલ પ્રગતિથી એવી સ્થિતિ સર્જાઈ જેમાં ત્રાહિત ત્રાસવાદીઓ પણ પરમાણુ શસ્ત્રોની સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને સામાજિક સ્થિરતા માટે પડકાર સર્જી શકે છે.

વિશ્વ હિરોશિમાની ૭૫મી તિથિએ પહોંચી ગયું છે અને મશરૂમના વાદળ મોટા પાયે સર્જાયા વગર કારણકે મોટી સત્તાઓ વચ્ચે ભરોસાનો અંશ હતો કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધનું ખરેખર સન્માન થશે અને તેમની વચ્ચે અન્ય બાબતોમાં રાજકીય અને સુરક્ષા સંબંધિત ઝઘડાઓ હોવા છતાં તેમ થયું. કાશ! ૨૦૨૦માં આ કાયદેસર ન હોત અને અમેરિકા અને રશિયા વચ્ચે એક તરફ વર્તમાન તણઆવ છે અને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ છે તે બંને ઉદાહરણરૂપ હોત.

દુઃખની વાત છે કે હવે મહા સત્તાઓ માને છે કે ટેક્ટિકલ પરમાણુ શસ્ત્રો એક વિકલ્પ છે અને 'ઉપયોગ કરી શકાય તેવાં' પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા નીતિ શોધી શકાય છે. એ હદ સુધી, ઉત્તર કોરિયા 'અસુરક્ષા'ને શાંત કરવા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં એકલું નથી અને જેમ વિશ્વ આગામી છ ઑગસ્ટ તરફ આગળ વધી રહ્યું છે તેમ કાળાં વાદળો પરંતુ ખાતરીથી ધીમેધીમે એકઠાં થઈ રહ્યાં છે. વૈશ્વિક નેતૃત્વ હિરોશિમાના પાઠના સંદર્ભમાં દરિદ્ર છે.

- સી. ઉદયભાસ્કર

ABOUT THE AUTHOR

...view details