ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 વર્ષીય યોગમાતા શકુંતલા દેવી 12 વર્ષોથી શીખવી રહ્યાં છે યોગ, જુઓ વીડિયો - યોગા ક્લાસ

પંજાબના અમૃતસરની 75 વર્ષીય શંકુતલા દેવી કોરોના કાળમાં યુવાઓ માટે મોટિવેશનનું કેન્દ્ર બન્યા છે. આ વૃદ્ધા શકુંતલા દેવી માટે યોગાના અઘરાથી અઘરા આસન કરવા પણ સામાન્ય રમત છે. પોતાના ઘરમાં પણ બાળકોને મફતમાં યોગા શીખવે છે.

Etv Bharat, Gujarati News, Amritsar News
75-year-old woman running yoga class in Amritsar

By

Published : Jul 8, 2020, 8:25 AM IST

અમૃતસરઃ દુનિયામાં લાખો લોક કોરોનાના સંકટ સામે જજૂમી રહ્યાં છે. આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત વૃદ્ધો છે. આ કડીમાં અમૃતસરની રહેવાસી 75 વર્ષીય શકુંતલા દેવી યોગાસન કરીને યુવાનોને પ્રેરિત કરી રહી છે. જે યોગાસનને કરવામાં બધાના પરસેવા પડી જાય એવા મુશ્કેલ આસન શકુંતલા દેવી સરળતાથી કરે છે. આ વૃદ્ધ મહિલા તેના કામને લીધે યોગ માતાના નામથી ઓળખાય છે.

ઇટીવી ભારત સાથે વાતચીત કરતા શકુંતલા દેવીએ જણાવ્યું કે, હું 60 વર્ષની ઉંમરમાં કેટલીય બિમારીથી પીડિત હતી. ટીવીમાં જોય બાદ યોગ કરવાની શરુઆત કરી હતી અને બિમારીમાં ધીરે-ધીરે સુધારો આવવા લાગ્યો, ત્યારથી મેં યોગાસન કરીને પોતાને ફીટ રાખી છે અને બીજાને પણ આમ કરવા પ્રેરિત કરું છું. 12 વર્ષથી યોગનો અભ્યાસ કરી રહી છું અને હવે ઘર પર જ મફતમાં યોગ શીખવું છું.

75 વર્ષીય યોગ માતા શકુંતલા દેવી 12 વર્ષોથી શીખવી રહ્યા છે યોગ

શકુંતલા દેવીએ કહ્યું કે, વર્તમાનમાં યુવા પેઢી ફોન પર ખૂબ જ સમય વિતાવે છે. જેના કારણે તે કેટલીય બિમારીઓનો શિકાર બને છે, પરંતુ યોગથી આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ છીએ.

શકંતુલા દેવીના દિકરા રાજકુમારે કહ્યું કે, મારી માતાએ રામદેવને ટીવી પર યોગ કરતા જોઇને યોગ કરવાની પ્રેરણા મળી હતી. આ પહેલા વિશ્વાસ કરી શકતા નહોતા, પરંતુ બાદમાં માતાને યોગ કરવાથી ઘણે ફરક જોવા મળ્યો હતો. તે બાદ હવે પુરો પરિવાર યોગ કરે છે.

ABOUT THE AUTHOR

...view details