ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાલ કિલ્લાથી PM નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો, જાણો એક ક્લિકમાં

કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી સલામી આપી હતી.

74th Independence Day Mindset today should be 'vocal for local', says PM Modi
લાલ કિલ્લાથી PM નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો, જાણો એક ક્લિકમાં

By

Published : Aug 15, 2020, 10:16 AM IST

નવી દિલ્હીઃ કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી સલામી આપી હતી. શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ ભારતમાતાના લાખા લોકોના ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે. આપણી સેના-અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે.

PM મોદીના ભાષણમનાં આ મુદ્દા ખાસ રહ્યાં

લોકલ ફોર વોકલ

  • વોકલ ફોર લોકલને બળ આપીને આપણે આપણા દેશને એમ્પાવર કરવા માટે કામ કરી રહ્યાં છીએ.
  • ગામથી લોકો શહેરમાં આવી રહ્યાં છે. બેંકોમાંથી તેઓને રૂપિયા આપવાની યોજના ચાલી રહી છે.
  • લાખો લોકોએ કોરોનામાં તેનો ફાયદો ઉઠાવ્યો છે. 110 જિલ્લા ઓળખ્યા છે, જે એવરેજ કરતા પાછળ છે, ત્યાંનું જીવન ઉંચુ લાવવામાં આવશે.
  • લોકો વિકાસયાત્રામાં પાછળ છૂટી ગયા છે, તેઓને આગળ લાવવાનો પ્રયાસ કરાશે.

આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત

  • આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતને ક્યારેય નજરઅંદાજ નહિ કરી શકાય. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કરાયું.
  • દેશનો ખેડૂત ન તો પોતાની મરજીથી પાક વેચી શક્તો હતો, તે તમામ બંધનોને અમે નષ્ટ કર્યાં છે.
  • હવે હિન્દુસ્તાનનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં સામાન વેચી શકશે.
  • આજે સમયની માંગ છે કે, કૃષિ ક્ષેત્ર આગળ વધે, મૂલ્ય વૃદ્ધિ બને, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગની વ્યવસ્થા બને.
  • 1 લાખ કરોડ એગ્રિકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફાળવાયા છે. આજે ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત કરવાની જરૂર છે.
  • ખેડૂતો માટે સંઘ બનાવવાનો પ્રયાસ કર્યો છે, તે ઈકોનોમિકલ એમ્પાવરમેન્ટનું કામ કરશે.
લાલ કિલ્લાથી PM નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો, જાણો એક ક્લિકમાં

જનજીવન મિશન

  • જનજીવન મિશનને આજે એક વર્ષ થયું છે. આજે મને સંતોષ છે કે પ્રિતદિન આપણે એક લાખથી વધુ ઘરમાં પાઈપથી જળ પહોંચાડી રહ્યાં છે.
  • એક વર્ષમાં 2 કરોડ પરિવારોને જળ પહોંચાડી શક્યા છીએ.

સાયબર સુરક્ષા નીતિ

  • 6 લાખથી વધુ ગામામં ઓપ્ટીકલ ફાયીબર નેટવર્ક પહોંચાડવામાં આવશે.
  • 1000 દિવસોમાં આ કામ પૂરુ કરી દેવામાં આવશે.
  • બદલતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ પર આપણી નિર્ભરતા વધતી જઈ રહી છે. તેથી તેમાં ખતરો પણ જોડાયેલો છે.
  • ઓછા સમયમાં નવી સાયબર સુરક્ષા રણનીતિ દેશની સામે મૂકાશે. આગામી સમયમાં તમામ સંસ્થાઓને જોડીને આગળ વધીશું.
  • ભારતમાં મહિલા શક્તિ માટે દેશ પ્રતિબદ્ધ છે. મહિલાઓ ભારતમાં અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણમાં કામ કરી રહી છે.
  • નૌ સેના અને વાયુસેનામાં મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે.

હેલ્થ મિશન

  • પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી અપાશે. તે સ્વાસ્ખથ્ય ખાતા તરીકે કામ કરશે.
  • તમારો દરેક ટેસ્ટ, દરેક બીમારી, ક્યારે કઈ દવા લીધી હતી, તમારો રિપોર્ટ તમામ માહિતી આ આઈડીમાં સામેલ કરાશે.
  • નેશનલ ડિજીટલ હેલ્થના માધ્યમથી હોસ્પિટલમાંથી દરેક તકલીફોમાંથી મુક્તિ મળશે.
  • કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે. દેશની લેબમાં આકરી મહેનતથી કામ ચાલી રહ્યું છે.
  • ભારતમાં ત્રણ વેક્સીન ટેસ્ટીંગના અલગ અલગ ચરણમાં છે. લીલી ઝંડી મળશે તો મોટાપાયે પ્રોડક્શન કરીશુ.
  • વેક્સીન કેવી રીતે પહોંચાડીશું તેની રૂપરેખા પણ તૈયાર છે. દેશમાં અલગ અલગ સ્થળે વિકાસની તસવીર અલગ અલગ છે.
  • કેટલાક ક્ષેત્રો આગળ તો કેટલાક પાછળ છે. કનેક્ટિવિટીને સુધારવુ અમારી પ્રાથમિકતા છે.
  • પૂર્વીય ભાગોમાં અપાર સંપદા છે, અહીંના લોકો સક્ષમ છે, પણ અવસરોના અભાવે પાછળ છે. તેથી અમે ત્યાં અનેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે.
  • લોકતંત્રની મજબૂત તાકાત આપણે પસંદ કરેલી સ્થાનિક સંસ્થા પર છે.

સરહદ પર જડબાતોડ જવાબ

  • એલઓસીથી એલએસી સુધી જેણે પણ આંખ ઉઠાવી, ત્યારે આપણા જવાનોએ એને એની જ ભાષામાં જવાબ આપ્યો છે.
  • ભારતની સંપ્રભુતાની રક્ષા માટે આખો દેશ એકજોશથી ભરાયેલો છે. સામ્યર્થો પર એકજૂટતાથી આગળ વધી રહ્યો છે.
  • દેશ શું કરી શકે છે તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું એ તમામ વીર જવાનોને લાલ કિલ્લાની પ્રાચીરથી આદરપૂર્વક નમન કરું છું.
  • આજે દુનિયા પર ભારતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 192માંથી 184 દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. જે આપણને ગર્વ અપાવે છે.
  • ભારત મજબૂત, સશક્ત અને સુરક્ષિત હોય. ગત કેટલાક દિવસોમાં ભારતે એક્સટેન્ડન્ટ નેબરહુડમાં તમામ દેશોના સંબંધો વધુ મજબૂત કર્યાં છે.
  • બોર્ડર વિસ્તારોના 173 જિલ્લાઓમાં આગામી દિવસોમાં બોર્ડર જિલ્લાના નવયુવાનોને એનસીસી કેડેટ્સ તરીકે તૈયાર કરાશે.
  • બોર્ડર એરિયાના કેડેડ્સને 1 લાખ નવા એનસીસી કેડેટ્સ તૈયાર કરીશું. આ કેડેટ્સમાં એક તૃતિયાંશ દીકરીઓ હોય તેવો પ્રયાસ રહેશે.
  • બોર્ડર એરિયાના સેના દ્વારા અને કોસ્ટલને નેવી દ્વારા અને એરબેઝના કેડેટ્સ એરફોર્સ દ્વારા ટ્રેનિગ અપાશે.
  • આ રીતે બોર્ડર પર ટ્રેઈન્ડ મેનપાવર મળશે. યુવાઓને આર્મ્ડ ફોર્સ જોડાવા નવી તક મળશે.
  • ગત પાંચ વર્ષ આવશ્યકની પૂર્તિ માટે આને આગામી પાંચ વર્ષે આકાંક્ષાઓની પૂર્તિ માટે છે.

રામ મંદિર નિર્માણ

  • ગત અઠવાડિયે રામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું. શાંતિપૂર્ણ સમાનધાન થયું.
  • દેશના લોકો સંમયે અને સમાજદારી સાથે આચરણ કર્યું, તે ભવિષ્યમાં પ્રેરણાનું કારણ છે.
  • શાંતિ અને સદભાવના આત્મનિર્ભર ભારતની તાકાત બનવાની છે. આ સદભાવ સાથે આપણે આગળ વધવાનું છે.
  • ભારત નવી નીતિ અને રીતિ સાથે આગળે વધશે. હવે સાધારણથી કામ નહિ ચાલે. ‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી કામ નહિ ચાલે.
  • હવેથી આપણે સૌથી ઉપર રહેવાનો પ્રયાસ કરીશું. તેથી આપણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, શ્રેષ્ઠ ગર્વનન્સ, સુવિધા સાથે આગળ વધીશું.
  • આપણી પોલિસી, પ્રોસોસ પ્રોડક્ટ્સ બધુ જ ઉત્તમથી ઉત્તમ હોય, ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે.
  • ફરીથી સંકલ્પ લેવાની જરૂર છે. વર્ષ 2022ના આપણી આઝીદીનું 75 વર્ષનું પર્વ આવી ગયું છે.
  • આપણે વિકાસથી માત્ર એક ડગલુ દૂર છીએ. 21મી સદી સપનાને પૂરી કરવાની બનાવવી છે.
  • કોરોના મોટી આપદા છે, પણ એટલી મોટી નખી કે ભારતની વિજયયાત્રાને રોકી શકે.
  • હું એક નવા સવારની લાલિમા જોઈ શકું છું. એક નવા ભારતનો શંખનાદ જોઈ શકું છું. જેથી આગળ વધી શકાય.

આત્મનિર્ભર ભારત

  • કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ લીધ કે, આત્મનિર્ભર બનીશું.
  • આત્મનિર્ભર ભારત હિન્દુસ્તાનમાં છવાયેલું છે. આ સપનું સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે.
  • 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયું છે. ભારત આ સપનાના ચરીતાર્થ કરતું રહેશે.
  • મને દેશના યુવા, મહિલા, અપ્રતિમ સામ્યર્થમાં મારો ભરોસો છે.
  • ઈતિહાસ ગવાહ છેકે, ભારત નક્કી કરે છે તો કરીને રહે છે.
  • આત્મનિર્ભર ભારત માટે દુનિયાને ઉત્સુકતા અને અપેક્ષા પણ છે. એ પૂરી કરવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવું આવશ્યક છે.
  • ભારત યુવા શક્તિથી ભરેલો દેશ છે. આત્મનિર્ભર ભારત વિકાસને નવી ઉર્જા આપશે.
  • ભારત વિશ્વ એક પરિવારના સંસ્કારોથી આગળ વધ્યું છે.
  • વેલ્યૂ એડિશનની દિશામાં આગળ વધવુ જોઈએ. એક સમય હતો જ્યારે આપણે બહારથી ઘઉં મંગાવતા હતા. પણ દેશના ખેડૂતોએ કમાલ કરી.
  • આજે ભારત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું છે. આજે ભારત દુનિયામાં જ્યા જરૂર છે ત્યાં અન્ન પહોંચાડે. આ આત્મનિર્ભરની તાકાત છે.
  • આત્મનિર્ભર ભારત કેવી રીતે બનશે તે આપણે જોઈ લીધું. વોકલ ફોર લોકલને જીવનમંત્ર બનાવીએ.
  • ભારતની તાકાતને પ્રોત્સાહન આપીએ. આપણું સ્પેસ સેક્ટર દેશના યુવા માટે ખુલ્લુ મૂકી દેવાશે.

ABOUT THE AUTHOR

...view details