ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ - ગુજરાતીસમાચાર

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન શરૂ થશે. 16 જિલ્લાની 71 સીટો પર મતદાન થશે.

Bihar's first phase polling
Bihar's first phase polling

By

Published : Oct 28, 2020, 7:11 AM IST

  • કેટલા મતદારો હશે
  • કેટલા ઉમેદવારોની કિસ્મત નક્કી થશે
  • વીઆઈપી સીટ અને ક્યાં રોમાંચક મુકાબલો જોવા મળશે
  • મતદાન માટે શું છે તૈયારીઓ

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરુ થયું છે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી પંચે તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. કુલ 31 હજાર મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી મેદાનમાં કુલ 1 હજાર ઉમેદવારો છે. જેમાં 952 પુરુષ ઉમેદવાર અને 114 મહિલા ઉમેદવાર છે.

આજે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થશે. જેના માટે 2 કરોડ 14 લાખ 6 હજાર 96 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારો 1 કરોડ 12 લાખ 76 હજાર 396 અને મહિલા ઉમેદવારો 1 કરોડ 1 લાખ 29 હજાર 101 છે. થર્ડ જેન્ડર 599 મતદારો છે.

8 પ્રધાનો ચૂંટણીના મેદાનમાં છે

ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારના 8 પ્રધાનોની પરીક્ષા આજે છે. જેમાં કૃષિ પ્રધાન ડૉ.પ્રેમ કુમાર, શિક્ષા પ્રધાન કૃષ્ણનંદન વર્મા સહિત શૈલેશ કુમાર, જય કુમાર સિંહ, સંતોષ કુમાર નિરાલા, રામનારાયણ મંડળ, વિજય કુમાર સિન્હા અને વૃજકિખોર બિંદ આ તમામ પર સૌની નજર રહેશે.

કરોડપતિ ઉમેદવાર

આ તબક્કામાં 375 ઉમેદવાર કરોડપતિ છે. એટલે કે સરેરાશ ત્રીજો ઉમેદવાર કરોડપતિ છે. જેમાં સૌથી વધુ 41માંથી 39 ઉમેદવાર આરજેડીના છે. આ લીસ્ટમાં સૌથી પહેલું નામ મોકામાથી ચૂંટણી લડનારા આરજેડી ઉમેદવાર અનંત કુમાર સિંહ છે. જેની પાસે 68 કરોડથી વધુની સંપતિ છે.

ગુનાહિત છબીવાળા ઉમેદવારો

એડીઆરના રિપોર્ટ મુજબ 328 એટલે કે 31 ટકા ઉમેદવારો એવા છે. જેના પર ગુનાઓ દાખલ છે. આરજેડીના 73 ટકા ઉમેદવારો ગુનાહિત છબી વાળા છે.

કાંટાની ટક્કર જોવા મળશે

સૌથી દિલચસ્પ મુકાબલો ઈમામગંજા સીટ પર જોવા મળશે. કારણ કે, પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝી અને બિહાર વિધાનસભાના પૂર્વ સ્પીકર ઉદય નારાયણ ચૌધરી વચ્ચે મુકાબલો જામશે. માંઝી તેમની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM) અને ઉદય નારાયણ ચૌધરી RJDની ટિકટ પર મેદાને છે. મહિલા ઉમેદવારો પર ખાસ નજર હશે. નેશનલ શૂટર શ્રેયસી સિંહ ભાજપ તરફથી જુમઈથી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે.

ઈતિહાસ પર એક નજર

ઈતિહાસની વાત કરવામાં આવે તો RJD-JDU- કોંગ્રેસ ગઠબંધને પ્રથમ તબક્કામાં મતદાનવાળી 71 સીટોમાંથી 54 સીટ જીતી હતી. NDAએ માત્ર 15 સીટ પર જીત મેળવી હતી. આ વખતે મહાગઠબંધન 70 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં RJD 42, કોંગ્રેસ 21 અને CPI (ML) 7 સીટ પર ચૂંટણી લડશે. તો BJP અને JDU મળી કુલ 64 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.

સુરક્ષા વ્યવસ્થા

વાત કરવામાં આવે પ્રથમ તબક્કાની સુરક્ષા વ્યવસ્થાની તો 16 જિલ્લામાં સીઆરપીએફની 80 કંપની, બીએસએફની 55 કંપની, સીઆઈએસએફ 50, એસએસબીની 70 કંપની , આઈટીબીપીની 30 અને આરપીએફની 15 કંપનીઓ તૈનાત રહેશે. આ સાથે બિહાર પોલીસે બધા જવાનોની રજા રદ્દ કરી છે. તેમને ચૂંટણી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

સવારના 7 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી

ચૈનપુર, નવીનગર, કુટુંબા,રફીગંજા મતદાન યોજાશે.

સવારની 7 કલાકથી બપોરના 4 વાગ્યા સુધી

કટોરિયા,બેલહર,તારાપુર,મુંગેર,જમાલપુર,સૂર્યગઢા,મસૌઢી,પાલીગંજા,ચિનારી,સાસારામ,કારાકાટ,ગોહ,ઓબરા,ઔરંગાબાદ,ગરુઆ,શેરધાટી,ઈમામગંજા,બારાચટ્ટીબોધગયા,ટિકારી,રજૌલી,ગૌવિંદપુર,સિકંદરા,જમુઈ,ઝાઝા,ચકાઈ

સવારના 7 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન

અરવલ,કુર્થા,જહાનાબાદ,ધોસીઅને મખદુમપુર

સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી આ વિસ્તારમાં થશે મતદાન

કહલગામ,સુલ્તાનગંજા,અમરપુર ,ધૌરૈયા,બાંકા,લખીસરાય,શેખપુરા,બરબીધા,મોકામા,બાઢ,બિક્રમ,સંદેશ,બડહરા,આરા,અગિયાંવ,તરારી,જગદીશપુર,શાહપુર,બ્રહ્મપુરા,બક્સર,ડુમરાંવ,રાજપુર,રામગઢ,મોહનિયા,ભભુઆ,કરગહર,દિનારા,નોખા,ડેહરી,ગયા, ટાઉન,બેલાગંજ, ઉતરી,બજીરગંજ,હિસુઆ,નવાદા,વારસલીગંજા

ABOUT THE AUTHOR

...view details