મૉબ લિંચિંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનાર 49 ફિલ્મ કલાકારોએ સામે બિહારમાં ગુનો નોંધાયો છે. તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો છે. આ વચ્ચે બીજા એક પત્રએ પણ ચર્ચા જગાવી છે. સરકારના વિવિધ ખાતાઓમાં ફરજ નિભાવી ચૂકેલા 71 નિવૃત અધિકારીઓએ મોદીને પત્ર લખ્યો છે.
પત્રમાં અધિકારીઓએ કહ્યું કે, INXમીડિયા કેસમાં ચાર નિવૃત અધિકારીઓ સામે કેસ ચાલી રહ્યો છે તે અયોગ્ય છે. રાજકીય બદલાની વેરવૃતિમાં પ્રામાણિક અધિકારીઓને હેરાન થવું પડે છે. આ અધિકારીઓ પર કેસ દાખલ કરવાના ગંભીર પરિણામ આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર અંગેની સરકારની નીતિઓ અસરકારક ન હોવાથી ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમમાં ગત વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું.