ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: ઘટનાના સાત વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોઇ રહ્યો છે દેશ - નિર્ભયા કાંડ ન્યૂઝ

નવી દિલ્હી: 16 ડિસેમ્બરે દેશની રાજધાનીમાં હેવાનોએ નિર્ભયાને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી હતી. એ કાળી રાતને આજે 7 વર્ષ થઇ ગયા છે. છતા હજુ દેશ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.

nibhya
નિર્ભયા

By

Published : Dec 16, 2019, 12:43 PM IST

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હીમાં 23 વર્ષીય એક વિદ્યાર્થીની સાથે 2012માં 16 અને 17 ડિસેમ્બરની એક રાત્રે હેવાનોએ ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ આર્ચયું હતું.

જે બાદ વિદ્યાર્થીનીને રસ્તા પર ફેકી દેવામાં આવી હતી. 29 ડિસેમ્બરે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું.

16 ડિસેમ્બર 2012ની એ કાળી રાતે નિર્ભયા સાથે ચાલતી બસમાં દુષ્કર્મ થયું હતું. તે સમયે નિર્ભયા સાથે તેનો મિત્ર સાથે હતો, તેમણે બચવાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું દુષ્કર્મીઓએ તેને માર માર્યો હતો.

નિર્ભયા કેસ: બક્સર સેન્ટ્રલ જેલથી ફાંસીનો ફંદો તિહાડ જેલ મોકલવામાં આવ્યો

હેવાનોએ માસૂમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ હેવાનોએ નિર્ભયાને નિર્વસ્ત્ર જ ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધી હતી.

પોલીસને જાણકારી મળતા નિર્ભયાને દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવી હતી. ત્યાંથી નિર્ભયાને સિંગાપુરના હોસ્પિટલમાં સિફ્ટ કરવામાં આવી હતી.

એક આરોપી નાબાલિક હોવાના કારણે બચી ગયો હતો. આજે 7 વર્ષ બાદ પણ નિર્ભયાની સાથે દુષ્કર્મ આચનાર બાકી 4 હેવાનો તિહાડ જેલમાં બંધ છે.

નિર્ભયાની ઘટના બાદ એક અઠવાડીયા બાદ યૌન ઉત્પીડનના મામલામાં આપરાધિક કાયદાની સમીક્ષા માટે જસ્ટિસ જે.એસ. વર્મા સમિતિની રચના કરવામાં આવી હતી.

2012માં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલા બાદ દિલ્હી સરકારે મહિલા સુરક્ષા માટે CCTV લગાવ્યા સહિત ઘણા ઉપાયો કર્યા હતા.

દિલ્હીમાં લગભલ 1.3 લાખ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. મહિલાઓની સુરક્ષા માટે દિલ્હી સરકારે એક પરિયોજના હેઠળ 1.7 લાખ કેમરા લગવવાની પ્રક્રિયા શરૂ છે.

નિર્ભયા સામૂહિક દુષ્કર્મના સાત વર્ષ બાદ દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં ગુના સાબિત દર 32.2 ટકા છે. નિર્ભયા કાંડ બાદ યૌન ઉત્પીડનમાં કડક કાયદો બનાવ્યા બાદ દુષ્કર્મ મામલામાં ગુના સાબિતનો દર ઓછો છે.

વર્ષ 2017 માટે NCRBના આંકડાઓની અનુસાર તે વર્ષમાં દુષ્કર્મની ઘટનાઓની કુલ સંખ્યા 1,16,201 હતી, પરંતુ ફક્ત 5,88 લોકોની ગુનાઓ સાબિત થયા હતા.

NCRBના આંકડાઓ પ્રમાણે 2017માં દુષ્કર્મના મામલાઓમાં આરોપ પત્રનો દર ઘટીને 86.4 ટકા છે. જે 2013માં 95.4 ટકા હતો.

ABOUT THE AUTHOR

...view details