બેંગલુરુઃ કર્ણાટકના ગડગ જિલ્લાના નાકગુંડા શહેરની એક વિદ્યાર્થીનીને માનદ ડૉક્ટરની ડિગ્રી આપવામાં આવી છે. વૈદ્રુથી નાગરાજની સ્મરણ શક્તિ અકલ્પનીય છે. હાલ તે બીજા ધોરણની અભ્યાસ કરી રહી છે.
આ 7 વર્ષીય વૈદ્રુથીની અદભૂત યાદશક્તિ, મદુરાઇ વિશ્વવિદ્યાલયે આપી માનદ PhDની ડિગ્રી - 7 વર્ષીય વૈદ્રુથીને ડૉક્ટરની ડિગ્રી
કર્ણાટકના ગડગ જિલ્લામાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના નાકગુંડા શહેરની 7 વર્ષીય વૈદ્રુથીને માનદ ડૉક્ટરની ડિગ્રી આપવામાં આવી છે. વૈદ્રુથી નાગરાજ કોરીશેટેરની સ્મરણ શક્તિ અદ્દભૂત છે. વૈદ્રુથી સર એમ.વિશ્વેશ્વર્યા સ્કૂલમાં બીજા ધોરણની વિદ્યાર્થીની છે.
karnataka vaidruthi doctorate
વૈદ્રુથી રાજનીતિ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજનેતાઓ, રાજાઓ અને કવિઓના નામ, રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સંબંધિત કોઇ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે સક્ષમ છે. બાળકીના આ જ્ઞાનને લઇ બીજા ઘણા પુરસ્કારોની માગ કરવામાં આવી રહી છે.
શનિવારે તમિલનાડુના મદુરાઇ યૂનિવર્સલ વિશ્વવિદ્યાલયે વૈદ્રુથીને માનદ ડૉક્ટરની ડિગ્રી આપવામાં આવી છે. વૈદ્રુથીના પિતાનું નાગરાજ અને માતાનું નામ ભારતી છે. નાગરાજ અને ભારતી વૈદ્રુથીને 2 વર્ષની ઉંમરથી જ સામાન્ય જ્ઞાન શિખવાડી રહ્યા છે.