કેંન્દ્રીય પ્રધાન
1. નિતિન ગડકરી
- ફરીથી નાગપુરની લોકસભા બેઠક પરથી મેદાને ઉતરશે
- કોંગ્રેસના નાના પટોલે આ વખતે મેદાને ઉતરશે
- 2.84 લાખ મતથી કોંગ્રેસના વિલાસ મુતેમ્બરને 2014માં હરાવ્યા હતા
2. મહેશ શર્મા
- પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્મા ફરીથી ગૌતમબુદ્ધ નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર
- 2.80 લાખ મતથી સપાના નરેન્દ્ર ભાટીને હાર આપી હતી
- આ વખતે સપા-બસપાના સતબીર નાગર અને કોંગ્રેસના ડૉ. અરવિંદ ચૌહાણ સામ સામે હશે
3. વી.કે.સિંહ
- ભૂતપૂર્વ સેના અધ્યક્ષ અને કેંન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંહ બીજી વખત ગાઝિયાબાદથી ભાજપાના ઉમેદવાર
- 5.67 લાખ મતના અંતરથી 2014માં કોંગ્રેસના નેતા રાજ બબ્બરને હરાવ્યા હતા
- આ વખતે સપા-બસપાના સુરેશ કુમાર બંસલ અને કોંગ્રેસના ડોલી શર્મા સામ સામે ટકરાશે
4. કિરણ રિજિજૂ
- અરુણાચલના રિજિજૂ મોદી સરકારમાં ગૃહ રાજ્યપ્રધાન
- 41.738 વોટથી 2014માં કોંગ્રેસના તાકમ સંજોયને હરાવ્યા હતા
- આ વખતે ફરી અરૂણાચલ પશ્ચિમ બેઠકથી ઉમેદવાર
5. સત્યપાલ સિંહ
- બાગપતથી મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર ફરી એકવાર મેદાને
- છેલ્લી ચૂંટણીમાં 2 લાખથી વધુના અંતરે જીત હાંસલ કરી હતી
- 2014માં રાલોદ પ્રમુખ અજીત સિંહને હરાવ્યા હતા.
- આ વખતે તેમની ટક્કર અજિતના પુત્ર જયંત ચૌધરી સામે થશે, જેને સપા-બસપાનું સમર્થન છે