સૃષ્ઠિના આઠમા વૈકુંઠથી ઓળખનાર બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 10 મે 2019ના રોજ સવારે 4 વાગ્યે ખુલી ગયા હતા. જોકે અહીં દર્શન કરવા માટે ભક્તોની લાંભી લાઇનો જોવા મળી હતી.
- બદ્રીનાથ ધામથી જોડાયેલી એક ધારણા મુજબ "જે આવ્યા બદરી, તે ન આવ્યા ઓદરી" આનું અર્થ થાય છે કે જે વ્યક્તિ બદ્રીનાથના દર્શન એક વખત કરી લે છે તેને બીજી વખત માતાના ગર્ભમાં પ્રવેશ નથી કરવો પડતો.
- બદ્રીનાથના વિશે કહેવામાં આવે છે કે આ ભગવાન ભોલેનાથનો નિવાસસ્થાન હતો. જોકે આ સ્થાનને ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ પાસે માંગી લીધું હતું.
- બદ્રીનાથ ધામ બે પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે. જે ને નર નારાયણ પર્વત પણ કહેવામાં આવે છે. અવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અંશ નર તથા નારાયણે તપસ્યા કરી હતી.નર પોતાના આગલા જન્મમાં અર્જુન તો નારાયણ શ્રી કૃષ્ણના રૂપમાં જન્મયા હતા.
- ધારણા મુજબ કેદારનાથ તથા બદ્રીનાથના કપાટ ખુલે છે તે સમયે મંદિરમાં રહેલા દીવાના દર્શન કરવાનો પણ એક અલગ મહત્વ છે.એવું માનવામાં આવે છે કે 6 મહીના સુધી બંદ દરવાજા પાછળ ભગવાન આ દીવાને પ્રગટાવી રાખે છે.
- બદ્રાનીથના પુજારી શંકરાચાર્યના વંશજ થાય છે. કહેવામાં આવે છે કે જ્યાર સુધી આ લોકો રાવલ પદ પર રહે છે તેમને બ્રહ્માચર્યનો પાલન કરવો પડે છે. આ લોકો માટે મહિલાઓને સ્પર્શ નિષિદ્ધ ગણાય છે.
- કેદારનાથના કપાટ ખુલવાની તિથિ કેદારનાથના રાવલના નિર્દેશનમાં ઉખીમઠના પંડિતો દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. આમાં સામાન્ય સુવિધાઓના સિવાય પરંપરાઓની પણ કાળજી રાખવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલીક વખત આવા પણ મુહૂર્ત આવ્યા છે જેમાં બદરીનાથના કપાટ કેદારનાથથી પહેલા ખોલવામાં આવે છે.જોકે કેદારનાથના કપાટ સૌપ્રથમ ખોલવામાં આવે છે.