ગાઝિયાબાદ: આ ઘટના મોદીનગરમાં બની હતી. જ્યાં ગામના લોકો કારખાનામાં કામ કરતા હતા. મીણબત્તીની ફેક્ટરીમાં એક જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગી ગઇ હતી. જે બાદ જોરદાર ધડાકો થયો અને ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઇ હતી.
ગાઝિયાબાદમાં મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, 7ના મોત
ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં આવેલી એક મીણબત્તી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. માહિતી મુજબ નજીકમાં કેટલીક જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હતી, જેના કારણે આગ લાગી હતી. કારખાનામાં એક ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. જેમાંથી 7 લોકોના મોત થયા છે અને કેટલાક મજૂરો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આગ કેવી રીતે લાગી છે તેનો ચોક્કસ કોઇ કારણ સામે આવ્યું નથી.
મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
જન્મદિવસમાં ઉપયોગમાં લેવામાં આવતી મીણબત્તીઓથી લઈને વિવિધ પ્રકારની મીણબત્તીઓ આ કારખાનામાં બનાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં SSP, DM ઉપરાંતના અધિકાકીઓ તથા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા ગયા હતા. ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.