ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં કોરોનાના 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 4612 થયો - ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. મંગળવારે વધુ 7 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4612 પર પહોંચી છે.

Etv Bharat, Gujarati News, Uttar Pradesh News, Covid 19 Case
7 new corona positive cases were reported in Uttar Pradesh

By

Published : May 19, 2020, 11:00 AM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સતત કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેજીએમયૂ દ્વારા કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.

આ દર્દીઓની વાત કરીએ તો 3 લખનઉથી, 1 હરદોઇથી અને 3 સંભલથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. લખનઉથી સામે આવેલા દર્દીઓમાં 1 પુરુષ છે અને 2 મહિલા દર્દી છે. હરદોઇની વાત કરીએ તો સામે આવેલો 1 દર્દી પુરુષ છે જ્યારે સંભલથી સામે આવેલા 3 દર્દીઓમાં તમામ પુરુષ છે.

જે બાદ લખનઉ, હરદોઇ અને સંભલમાં રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બધા જ કોરોના દર્દીઓને પણ ત્યાંની કોવિડ 19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર શરુ છે. આ તમામ 7 નવા કેસની સાથે ઉત્તર પ્રદેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 4612 થઇ છે.

વધુમાં પ્રદેશભરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 11,8815 છે. આ સાથે 1964 દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 2783 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details