ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના વધુ 7 ધારાસભ્ય પહોંચ્યા આબૂરોડ - કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાં

રાજ્યમાં 4 રાજ્યસભા બેઠક માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. એવામાં કોંગ્રેસ પક્ષ કિલ્લાબંધી કરી રહ્યો છે. કોંગ્રસના 23 ધારાસભ્યોને રાજસ્થાન-ગુજરાત સરહદ સ્થિત આબૂરોડના એક ખાનગી રિસોર્ટમાં ગત 6 દિવસથી રાખવામાં આવ્યા છે.

ETV BHARAT
રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના વધુ 7 ધારાસભ્ય પહોંચ્યા આબૂરોડ

By

Published : Jun 14, 2020, 10:32 PM IST

સિરોહીઃ રાજ્યમાં 19 જૂનના રોજ રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી થવા પહેલાં કોંગ્રેસે કિલ્લાબંધી શરૂ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોની કિલ્લાબંધી રાજસ્થાન-ગુજરાત સરહદ પર આબૂરોડના એક ખાનગી રિસોર્ટમાં કરવામાં આવી છે.

રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના વધુ 7 ધારાસભ્ય પહોંચ્યા આબૂરોડ

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના 3 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવામાં કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. જેથી ગત 6 દિવસથી કોંગ્રેસે આબૂરોડના ઝામ્બુડીમાં પોતાના 23 ધારાસભ્યોને રાખ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યો

રિસોર્ટમાં રહેનારા ધારાસભ્યોમાં ચંદન ઠાકોર, ભરત ઠાકોર, ગેનીબેન ઠાકોર, શિવ ભૂરિયા, ગુલાબસિંહ રાજપૂત, કાંતિ ખરાડી, સી.જે.ચાવડા, બળદેવ ઠાકોર, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, મહેશ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, અશ્વિન કોટવાલ, જસૂ પટેલ, નૌશાદ સોલંકી, લખા ભરવાડ, નાથા પટેલ, સુરેશ પટેલ, કિરીટ પટેલ, શૈલેષ પરમાર, હિંમત પટેલ અને અનિલ જોષી સહિત મધ્ય ગુજરાતના 8 ધારાસભ્યો સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details