ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતના 7 સાવજ ઉત્તરપ્રદેશની ઈટાવા લાયન સફારીમાં લઈ જવાયા - Etawah lions Safari Park

ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશમાં આવેલું ઇટાવા સફારી પાર્કમાં ગુજરાતના 7 સિંહને લઈ જવાયા હતા. જેમાંથી ત્રણ સિંહને ગોરખપુર મોકલવામાં આવશે. પહેલા 8 સિંહને લઈ જવાના હતા, પરતું જ્યારે તબીબોની ટીમે આ સિંહની તપાસ કરી તો તેમાંથી એક સિંહને ન્યૂરોલોજિકલ સમસ્યા હોવાથી તેને જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો.

ફાઇલ ફોટો

By

Published : Jul 10, 2019, 1:34 PM IST

ત્યારે અન્ય 2 સિંહના સ્વાસ્થય સારા હોવાથી તેમના સ્વાસ્થ્ય પ્રમાણ પત્રક રાજ્ય સરકારને આપવામાં આવ્યું છે. ઈટાવા સફારીના નિર્દેશક વી.કે.સિંહે જણાવ્યું હતું કે, જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયમાંથી ટૂંક સમયમાં જ 7 સિંહોને લાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશ મોકલતા આગાઉ તમામ સિંહના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી છે. આ આગાઉ અખિલેશ યાદવની સરકારમાં 2013થી 2015ની વચ્ચે ગુજરાતથી 10 સિંહને લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 2014થી 2016 દરમિયાન 5નાં મોત થયા હતા. ગુજરાત સરકારે 11 જૂનના રોજ સિંહને ઉત્તર પ્રદેશ સરકારને આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details