ભુવનેશ્વર: ઓડિશાના બાલેશ્વર ઔદ્યોગિક ક્ષેત્રમાં મંગલપુર નજીક પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પુલની નીચે ખાબકી હતી. બસ કેરળથી પશ્ચિમ બંગાળ જઈ રહી હતી. દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી અને પુલની નીચે પડી હતી.
ઓડિશા: પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પલટી, 7 ઘાયલ - ઓડિશામાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસે મારી પલટી
કેરળથી પશ્ચિમ બંગાળ જઈ રહેલી એક બસને ઓડિશામાં અકસ્માત નડ્યો હતો. બસમાં 28 પ્રવાસીઓ હતા, જેમાંથી સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા પાંચ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![ઓડિશા: પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પલટી, 7 ઘાયલ અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7404366-141-7404366-1590821703434.jpg)
અકસ્માત
બસમાં 28 પ્રવાસીઓ હતા, જેમાંથી સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા પાંચ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોની મદદ કરી હતી.