ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MPમાં કોરોનાની તપાસ કરવા પહોંચેલી ડૉક્ટરોની ટીમ પર કરાયો હુમલો, 7ની કરાઈ ધરપકડ - latest news of corona virus

મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ક્ષત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચેલા ડોકટરોની ટીમ પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આરોગ્યની ટીમ આ વિસ્તારમાં લોકોની મેડીકલ તપાસ માટે જઈ રહી હતી. તે દરમિયાન કેટલાંક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી 7 લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં હતો.

મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશ

By

Published : Apr 2, 2020, 3:25 PM IST

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોરોના વાઇરસના મહત્તમ કેસો આવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં લોકો ડૉકટરને ભગવાનનો દરજ્જો આપી રહ્યા છે, પરંતુ ઈન્દોરથી એક ઘટના સામે આવી છે જે આશ્ચર્યજનક છે. સ્થાનિક ટીમે શંકાસ્પદ દર્દીને તપાસવા માટે સ્થા પહોંચેલી તબીબોની ટીમે પથ્થરમારો કર્યો હતો.

આ કેસમાં પોલીસે દસ લોકો સામે ગુનો નોંધીને સાત લોકોની ધરપકડ કરી હતી. અન્ય હુમલો કરનારાઓની શોધ ચાલુ છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ ઘટના ઇન્દોરના ક્ષત્રિપુરા પોલીસ સ્ટેશનના તાટ પટ્ટી બખાલ વિસ્તારની છે. ભૂતકાળમાં કોરોના ચેપથી એક વ્યક્તિનું મોત થયું હતું. જે દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેઓ તેમની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ સાથે ગયા હતા. પરંતુ સહયોગ આપવાને બદલે વિસ્તારના લોકો આરોગ્ય વિભાગની ટીમનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં.

શહેરના રાણીપુરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે આવું કંઈ પહેલીવાર થયું નથી. આ પહેલા પણ ઈન્દોરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details