12 મે એટલે કે રવિવારના રોજ યુપી, એમપી, દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળની કેટલીક બેઠકો પર મતદાન યોજાશે. જેમાં યુપીની 14, એમપીની 8 બેઠક, હરિયાણાની 10 બેઠક, દિલ્હીની 7, ઝારખંડની 4 બેઠક પર અને પશ્ચિમ બંગાળની 8 બેઠક પર મતદાન યોજાશે.
છઠ્ઠા તબક્કાનું મતદાનઃ 7 રાજ્યની 59 બેઠક પર 979 ઉમેદવાર - 6th Phase Elections
લોકસભા ચૂંટણી 2019માં છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મે-ના રોજ યોજાવાનું છે. જેમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન યોજાશે. આ 59 બેઠક પર 979 ઉમેદવારો મેદાનમાં છે. જેમના ભવિષ્યનો ફેંસલો આશરે 10.16 કરોડ મતદારો કરશે. મહત્વનું છે કે, છઠ્ઠા તબક્કાના મતદાનમાં ત્રિપુરા રાજ્યની એક માટે પુનઃમતદાન પણ યોજાશે.
છઠ્ઠા તબક્કાના મતદાન માટે આશરે 1.13 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. આ તબક્કામાં કુલ મતદારો 10.16 કરોડ છે, ત્યાં પુરુષ મતદારોની સંખ્યા 5.42 કરોડ છે અને મહિલા મતદારોની સંખ્યા 4.74 કરોડ છે અને 3,307 અન્ય મતદારો છે.
આ તબક્કામાં કુલ 979 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે. જ્યારે ભાજપના 54 ઉમેદવારો મેદાનમાં છે, ત્યાં બીજા નંબર પર BSPના 49 ઉમેદવાર છે. આ સિવાય કોંગ્રેસના 46, શિવસેનાના 16, આપના 12, તૃણમૂલ 10, આઈએનએલડી 10, સીપીઆઇ 7 અને સીપીએમ 6 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે.